ETV Bharat / state

કડવા પાટીદાર સમાજની સનાતની શતાબ્દી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ, સંતો યુવાનોને અપાશે વક્તવ્ય

કડવા પાટીદાર સમાજની સનાતની શતાબ્દી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. ગોપાલભાઈ ભાવાણી જે શતાબ્દીના સંચાલન સમિતિના ચેરમેન છે. તેમણે જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા લક્ષ્મીનારાયણ દેવના મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે આ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.

કડવા પાટીદાર સમાજની સનાતની શતાબ્દી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ

author img

By

Published : May 11, 2023, 3:35 PM IST

કડવા પાટીદાર સમાજની સનાતની શતાબ્દી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ

કચ્છ: જિલ્લાના નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સનાતની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજે નખત્રાણામાં ભવ્ય ભક્તિમય વાતાવરણમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભારતના જુદાં જુદાં રાજ્યોની વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખીઓએ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખી: આ ભવ્ય શોભાયાત્રામાં 11 જેટલા સનાતની ઘોડા જોડ્યા હતા. તો ઊંટગાડી સહિત 200થી પણ વધારે શણગારેલા વાહનોના સ્લોટ, 30 થી પણ વધારે જુદી જુદી બેન્ડ પાર્ટીઓ, ભજન મંડળીઓ જોડાઈ હતી.તો નાસિક ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા.આ શોભાયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હંસ, ટેન્ક, શંખ, હિંડોળા, લક્ષ્મી નારાયણ મંદિર, રામરથ, વૃંદાવન રથ, કૈલાસ પર્વત, રાજહંસ, લાલ કિલ્લો, કમળ, હિમાલય, ગરુડ ઉપરાંત શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ સહિતની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.તો ભારતના જુદાં જુદાં રાજ્યોની વેશભૂષા અને સંસ્કૃતિની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી.

સમગ્ર ભારતમાંથી આવેલા લોકો: ગોપાલભાઈ ભાવાણી જે શતાબ્દીના સંચાલન સમિતિના ચેરમેન છે. તેમણે જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા લક્ષ્મીનારાયણ દેવના મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે આ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સમગ્ર શોભા યાત્રા દરમિયાન નખત્રાણા હાઇવે પર ભક્તિમય માહોલ સર્જાયો હતો. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો અને સમગ્ર ભારતમાંથી આવેલા લોકો જોડાયા હતા.

"સનાતની શતાબ્દી ની તૈયારીઓ પૂર્ણ થઇ છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને 400 અને 300 ફૂટના ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. 4 જેટલી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, 24 કલાક પેયજળ સુવિધા, વિશાળ ભોજન કક્ષ, જ્ઞાતિજનો માટે જુદી જુદી જગ્યાએ ઉતારો વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસીય સનાતની મહોત્સવનામાં બાલ યુવા પ્રતિભા શોધ, રાજકીય, ધાર્મિક તેમજ વૈચારિક જ્ઞાતિજનોનો મહાકુંભમેળાની સાથે સનાતની શૌર્ય ગાથા અને ઐતિહાસિક પ્રસંગોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ 2100 સનાતનીઓનો શંખનાદ અને સંત સંમેલન જ્ઞાતિનું 6ઠું અધિવેશન અને યુવાનો દ્વારા પ્રતિભા દર્શન કાર્યક્રમ તેમજ જ્ઞાતિને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે"--ગોપાલભાઈ ભાવાણી ( શતાબ્દીના સંચાલન સમિતિના ચેરમેન)

યુવાનોને માર્ગદર્શન: સનાતની વક્તવ્ય મારફતે સમાજના યુવાનોને માર્ગદર્શનજ્ઞાતિ સમેલનના 6માં ભાગમાં અધિવેશનમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સંતોનું વક્તવ્ય પણ યોજાશે. જેમાં વાંઢાયના મોહનદાસજી, બડવાહના ભારતીદીદી ,હરિદ્વારના રમા માતાજી , સુંદરપુરાના મહા મંડલેશ્વર કેશવાનંદજી મહારાજ અને દેશલપર સંસ્કારધામના જ્ઞાનદર્શક સંત વલ્લભકૃષ્ણજી વગેરે સંતો દ્વારા સનાતની વક્તવ્ય આપીને સમાજના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો

Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું

Kutch News : ત્રીજી પેઢીએ સ્વાદપ્રિય, આનંદ લહેરીના નેચરલ આઈસ્ક્રીમ ખાઈને લોકો પોતાની લહેરમાં

Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાય આધારિત ખેતીના પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.