- સૌથી મોટા પોસ્ટ કૌભાંડનો મામલો
- ગંભીરતાથી તપાસ શરુ
- સચિન ઠક્કરના રિમાન્ડની કરાશે માગ
ભુજ: પોસ્ટ કૌભાંડના મામલમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે આગોતરી અરજી કરી હતી. જે કોર્ટે રદ્દ કરી હતી. જો કે આજે સચિન ઠક્કરની ભુજ A ડિવિઝન પોલિસે ધરપકડ કરી છે. આવતીકાલે તેની પુછપરછ પછી કોર્ટમાં રજુ કરાશે. એક સમયે પૈસાની રીકવરી થવાના કિસ્સામાં આ મામલે હળવી કાર્યવાહીની ચર્ચા હતી, પરંતુ અંતે એજન્ટે પૈસા જમા ન કરાવતા ફરીયાદ નોંધાઈ હતી.
સચિન ઠક્કરની થઈ ધરપકડ
સચિન ઠક્કરની ભુમિકા સહિત કૌભાડની સંપુર્ણ તપાસ માટે સચિન ઠક્કરના રીમાન્ડની માંગ કરાશે. કચ્છના પોસ્ટ ઇતિહાસની મોટી ઉચાપતમાં કૌંભાડ આચરનારા ચહેરાઓ બેનકાબ થયા હતા અને હવે સચિન ઠક્કરની ધરપકડ થઈ છે.