કચ્છ : કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા પગલાં મુજબ કચ્છ જિલ્લા પંચાયતની કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કચેરીના મુખ્ય દરવાજાને બંધ રાખ્યો છે અને અધિકૃત લોકોને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. જ્યારે વિકાસ અધિકારી પ્રભાવ જોશીના આદેશથી મુખ્ય દરવાજા પર આ જ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. જાણ વગર કચેરી સુધી આવનારા મુલાકાતીઓ અરજદારોને ઓનલાઇન અને ઓફલાઇન સંપર્કની સમજ આપવામાં આવી રહી છે.
કચ્છની તમામ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ, જિલ્લા પંચાયતમાં અમલ શરૂ - ઓફલાઇન સંપર્ક
દેશભરની સાથે ગુજરાત અને કચ્છમાં પણ સ્થાનિક ટ્રાન્સમિશનને પગલે કોરોના મહામારી વધુ વકરી રહી છે. જેને પગલે રાજ્ય સરકારે ખાસ પરિપત્રના બળે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. કચ્છ જિલ્લા પંચાયતમાં તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓએ લોકોને ઓનલાઇન અને ઓફલાઇન સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.
કચ્છ