ETV Bharat / state

Republic Day 2023: ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું - પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ

કચ્છના ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે. પ્રજાસત્તાક પર્વને લઈને ભુજ સ્મૃતિવન ખાતે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કચ્છના કલેકટરે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું

author img

By

Published : Jan 24, 2023, 4:01 PM IST

કચ્છ: ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, સન પોઇન્ટ સુધી મેરેથોન દોડ, ભુકંપના દિવગંતોને પરીવારજનો દ્વારા અંજલી તથા વૃક્ષારોપણ, પરેડ, ટેબ્લો નિર્દેશન સહિતના કાર્યક્રમ યોજાશે. જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું.

ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું
ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું

ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ: પ્રજાસત્તાક પર્વને લઈને ભુજ સ્મૃતિવન ખાતે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કચ્છ પ્રભારી પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે 26મી જાન્યુઆરીના રોજ તિરંગો લહેરાવવામાં આવશે.

આ પણ વાંચો: Republic Day 2023: પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ઝાંખી કેવી રીતે પસંદ કરવામાં આવે છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

પ્રજાસત્તાક પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ: કચ્છ કલેકટરની અધ્યક્ષતામાં 74મા પ્રજાસત્તાક પર્વનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું હતું. 26મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરએ સમીક્ષા કરી હતી. કચ્છ કલેક્ટર દિલીપ રાણાએ આજે સ્મૃતિવન ગ્રાઉન્ડમાં તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચ પાસ્ટ, સાંસ્કૃૃતિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઓનું સન્માન સહિત બાબતોની સમીક્ષા કરી હતી. ઉપરાંત મુખ્ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃ‍તિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.

કચ્છના કલેકટરે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા કરી

કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા માર્ગદર્શન: દેશભક્તિ ગીત '' હે જન્મભૂમિ ભારત હે'', સમુહ નૃત્ય ''હર ઘર તિરંગા'', અભિનય ગીત ''વંદન તુજે મા ભારતી'', રાસ ''રાણો અચિન્ધો'', દેશભક્તિ ગીત ''ભારત અનોખા હમારા હે '' તથા એનડીઆરએફની ટીમ દ્વારા નિદર્શન, ઉપરાંત બેન્ડ સુરાવલી સાથે ‘વંદે માતરમ’ પ્રસ્તુતત કરાયું હતું. કલેકટરે ગ્રાઉન્ડ પર રીહર્સલ નિહાળ્યા બાદ તંત્રના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થળ પર માર્ગદર્શન આપ્યું હતું.

વૃક્ષારોપણ, પરેડ, ટેબ્લો નિર્દેશન સહિતના કાર્યક્રમ યોજાશે

આ પણ વાંચો: 26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.

આ રીહર્સલ દરમિયાન પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.