કચ્છ કચ્છ એટલે ઐતહાસિક ઇમારતોની ધરોહર.કચ્છમાં અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો વારસો છે.વર્ષ 2001ના ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ હતી. આવી જર્જરિત ઈમારતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 450 વર્ષ જૂના દરબારગઢમાં રાણીવાસનું કોઈ પણ જાતના સિમેન્ટના ઉપયોગ કર્યા વગર પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે.
જર્જરિત ઈમારતોને મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા : હાથ ધરાઈ કચ્છ રાજના સમયમાં ચાર સદી દરમિયાન જિલ્લામાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી દે તેવું બાંધકામ થયું છે. કચ્છમાં પુષ્કળ ઐતિહાસિક વારસો છે. પરંતુ દરેક સદીમાં ભયંકર ધરતીકંપ આવવાને કારણે ઘણા જર્જરિત થયા છે. રાજાશાહી વખતના આ અમૂલ્ય મહેલ, રાણીવાસ, દરબારગઢ જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ દસ્તાવેજીકરણમાં સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીના વિચારોનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો કચ્છમાં એગ્રો ટુરિઝમ પ્લેસમાં મેળવો પ્રકૃતિના ખોળે અનેક લાભ
450 વર્ષ જૂના રાણીવાસનું થઈ રહ્યું છે પુનઃસ્થાપન : દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,કચ્છમાં ભૂકંપમાં જર્જરિત થયેલા દરબાર ગઢના 450 વર્ષ જૂના રાણીવાસનું પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. દરબારગઢ જે છે એ ભુજનો મધ્યસ્થાન છે અને તેના ફરતે ભુજ છે અને તેને ફરતે ભુજીયો કિલ્લો છે. રિસ્ટોર કરવાની પ્રક્રિયા છે તો સ્વાભાવિક છે કે પહેલા દરબારગઢ થી સ્ટાર્ટ થવું જોઈએ અને અત્યારે પણ જે આપણે કરી રહ્યા છે એ જેમ હતું એમનેમ પાછું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. 450 વર્ષથી પણ અમુક જગ્યાએ જૂની છે એને અગાઉ જે રીતે સ્થાપત્ય હતું એને એવી જ રીતે પુન: સ્થાપિત કરવાનું હોય તો સ્વભાવિક છે એમ સમય પણ વધુ લાગશે.
આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પ્રાગમહલ : દરબારગઢના કંઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલે etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કચ્છની ઐતિહાસિક ઇમારતો અદ્યતન અને એડવાન્સ આર્કિટેકવાળું હતું પરંતુ 2001ના ભૂકંપમાં તે જર્જરિત થઈ છે ત્યારે સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અને મહારાણી પ્રિતિદેવીનો એજ વિચાર હતો કે જે અગાઉ સ્થાપત્ય હતો એ ફરીથી એવું ને એવું જ કરવામાં આવે. દરબારગઢનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે તો રિવાઇવલની જે મેથડોલોજી જે છે એ આપણે અગાઉ જે હતી પહેલા જુના સમયમાં જે આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજી સમજી શીખીને આપણે પુન:સ્થાપન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો Dholavira Heritage Site: વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ
સિમેન્ટના ઉપયોગ વગર ચણતર : પુનઃસ્થાપનમાં સિમેન્ટનો જરાય ઉપયોગ નથી કરી રહ્યા. ચૂનો,ગોળ, દેશી ગોળ,સુરખી ગુગળ એના અલગ અલગ સેમ્પલ્સ બનાવવામાં આવ્યા છે તેના પર સ્ટડી કરવામાં આવ્યું છે. આપણે ખાવડા પથ્થર જે છે જેને લાઇમ સ્ટોન કહેવાય છે એના પણ સેમ્પલ્સ બનાવવામાં આવ્યા છે. જે જગ્યાએ પથ્થર ડેમેજ થયા છે ત્યાં ફરી એવા જ પથ્થરનું ચણતર કરવામાં આવી રહ્યું છે.