ETV Bharat / state

કચ્છ: 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ - કચ્છમાં ગુનાનું પ્રમાણ

કચ્છ જિલ્લાના એક વિસ્તારમાં માનવતાને શર્મશાર કરનારી ઘટના બની છે. અહીંયાના એક વિસ્તારમાં નરાધમે 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. જે બાદ મૃતદેહને ફેંકી દીધો હતો. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ

author img

By

Published : May 15, 2021, 5:20 PM IST

  • કચ્છમાં માનવતા શર્મશાર કરનારી ઘટના બની
  • વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે 3 વર્ષીય બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
  • દુષ્કર્મ બાદ બાળકીની હત્યા

કચ્છ: જિલ્લાના એક વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના નાના ભાઈ-બહેન બહાર રમી રહ્યા હતા. આ દરમિયાન એક બાળકને 10 રૂપિયા પકડાવી 3 વર્ષીય બાળકીનું નરાધમે અપહરણ કર્યું હતું. જે બાદ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરી છે.

આ પણ વાંચોઃ 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી મૃતદેહ ઝાડીમાં ફેંકી દેવાયો

આજે શનિવારે 3 વર્ષીય બાળકીનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સ દ્વારા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરીને બાળકીના મૃતદેહને બાવળની ઝાડીઓમાં ફેંકવામાં આવ્યો હતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા શખ્સ સામે પોક્સો તથા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.