ETV Bharat / state

Ranotsav Income 2021 : જાણો રણોત્સવમાંથી વહીવટી તંત્રને થતી કરોડોની આવકનો ક્યાં કરાય છે ઉપયોગ

કચ્છના સફેદ રણમાંથી (Tourist Destination White Desert of Kutch) સરકારી તંત્રને થતી કમાણીમાંથી (Ranotsav income 2021) ધોરડો અને આસપાસના વિસ્તારમાં વિકાસના કાર્યો કરવામાં આવે છે. જેમાં બન્ની (Bunny Infrastructure Development) વિસ્તારમાં વિવિધ પાયાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

Ranotsav Income 2021 : જાણો રણોત્સવમાંથી વહીવટી તંત્રને થતી કરોડોની આવકનો ક્યાં કરાય છે ઉપયોગ
Ranotsav Income 2021 : જાણો રણોત્સવમાંથી વહીવટી તંત્રને થતી કરોડોની આવકનો ક્યાં કરાય છે ઉપયોગ
author img

By

Published : Dec 27, 2021, 1:44 PM IST

કચ્છ: દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતું કચ્છનું સફેદ રણ (Tourist Destination White Desert of Kutch) કે જેની મુલાકાત લેવા માટે ભિરંડિયારા ગામ પાસે ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા ઉભી કરાયેલ ચેકપોસ્ટમાંથી પરમીટ લેવી પડે છે જે થકી તંત્રને આવક ઊભી થાય છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સફેદ રણની મુલાકાતે આવતા મુલાકાતીઓ પાસેથી પરમીટ ફી લેવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી વ્યક્તિ દીઠ તેમજ વાહન દીઠ એન્ટ્રી ફી લેવામાં આવતી હોય છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવતા તંત્રને કરોડો (Ranotsav income 2021) રૂપિયાની આવક થાય છે.

109 દિવસના સમયગાળામાં કુલ 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યા

1.31 કરોડની કમાણી

ગત વર્ષે કચ્છમાં રણોત્સવ સમયે 109 દિવસના સમયગાળામાં કુલ 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યા હતા જેમાંથી તંત્રને રૂ. 1.31 કરોડની કમાણી થઈ હતી. આ વર્ષે પણ રણોત્સવના એક મહિનામાં 66 હજારથી વધારે પ્રવાસીઓ મુલાકાતે (Tourist Destination White Desert of Kutch)આવ્યા હતા જેમાંથી તંત્રને રૂ. 67 લાખથી વધારેની (Ranotsav income 2021) આવક થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

ગુજરાત સરકારના GR મુજબ આવક પ્રવાસન વિકસન માટે કરવામાં આવે છે: પ્રાંત અધિકારી

જિલ્લા વહીવટી તંત્રને થતી આ આવકનો ઉપયોગ (Ranotsav income 2021) સફેદ રણના ધોરડો અને આસપાસના બન્ની વિસ્તારના ગામોમાં વિકાસના કાર્યો (Bunny Infrastructure Development) કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ગુજરાત સરકારના GR મુજબ પ્રવાસનમાંથી થતી આ કમાણીનો ઉપયોગ વહીવટીતંત્ર તે વિસ્તારમાં જ પ્રવાસન વિકસાવવા તેમજ પાયાની સુવિધાઓ ઉભી કરવા કરી શકે છે ઉપરાંત તંત્ર દ્વારા પ્રવાસનના વહીવટ માટે ઊભી કરાયેલ સુવિધાઓ જેવી કે પરમીટ લેવાના સ્થળ પર મુકાયેલ સ્ટાફના ખર્ચ, લાઈટ બીલ, ઈન્ટરનેટ બીલ વગેરે જેવા ખર્ચ કાપ્યા બાદ બાકીના નાણાંનો ઉપયોગ વિકાસના કાર્યોમાં કરવામાં આવે છે તેવું ભુજના પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું.

દર વખતે નવા નવા વિકાસના કાર્યો કરવામાં આવે છે

આ ઉપરાંત પ્રાંત અધિકારીએ વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની આવકમાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોરડો અને આસપાસના ગામો માટે આરોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સરકારી દવાખાના ખાતે તબીબની નિમણૂક કરવામાં આવી હતી, જે તબીબ રણોત્સવના 4 માસ દરમિયાન સફેદ રણ ખાતે ફરજ બજાવે છે અને બાકીના મહિના સરકારી દવાખાના ખાતે સેવા આપે છે.ઉપરાંત ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ સાથે ટાઈ અપ છે જેમાં નિષ્ણાત તબીબોની ટીમ દર મહિને ખાવડા અને આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવે છે. આ નિષ્ણાતોની ટીમમાં ગાયનેકોલોજિસ્ટ સહિત અન્ય નિષ્ણાત તબીબો ફરજ બજાવે આપે છે. દર વર્ષે 1.25 કરોડની આસપાસ આવક (Ranotsav income 2021) થતી હોય છે અને દર વર્ષે આવક પણ વધતી હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અનેક નવા નવા વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે તો શકયતાઓ છે કે આવતા વર્ષે રણોત્સવમાં હરતા ફરતા શૌચાલયો તથા કચરાપેટીઓની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Kutch Rann Utsav 2021:રણોત્સવમાં ફુલ મૂન નાઈટનો નજારો જોઈ પ્રવાસીઓ થયા મોહિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.