- 1 લી નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે રણોત્સવ
- રણોત્સવના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાઈ જાહેરાત
- અતુલ્ય ભારત થીમ સાથે લાઈવ ડેમોસ્ટ્રેશનની વ્યવસ્થા
કચ્છ : સફેદ રણ(White Rann )ને તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ વિશ્વ સમક્ષ મૂક્યું હતું અને ત્યારબાદથી સફેદ રણમાં રણોત્સવ( Rann Utsav 2021-22)નું આયોજન કરવામાં આવે છે. આ રણોત્સવમાં દર વખતે અલગ અલગ થીમ રહેતી હોય છે, ત્યારે આ વખતની થીમ અતુલ્ય ભારત ( Atulya Bharat Theme)ની રાખવામાં આવી છે. આ રણોત્સવ 1લી નવેમ્બરથી શરૂ થશે અને 4 મહિના સુધી લાંબો ચાલશે એટલે કે 20મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
ગત વર્ષે કોરોનાના લીધે રણોત્સવ યોજાયો ન હતો
છેલ્લાં દોઢેક વર્ષથી લોકો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગત વર્ષે કોરોનાને કારણે રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું નહતું. આ વર્ષે હવે બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરની સંભાવના નહિવત જતાવવામાં આવી રહી છે તેમજ વેક્સિનેશન પૂરજોશમાં થઈ રહ્યું છે, ત્યારે ફરીથી રણોત્સવની ઉજવણી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો વરસાદ નહીં પડે તો નવેમ્બર મહિનાના મધ્યમાં સફેદરણ જોવા મળશે.
પ્રવાસીઓને આકર્ષવા કરાશે સુશોભન
આ ઉપરાંત રણોત્સવના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની માહિતી મુજબ, પ્રથમ વખત દેશભરના હસ્ત કળાના કારીગરોને પ્રવાસન વિભાગ આમંત્રણ આપશે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા BSF ચોકીથી વોચ ટાવર સુધી લાઈટિંગ પણ કરવામાં આવશે. દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા આ ઉત્સવ માટે ભિરંડીયારાથી ધોરડો સુધી કુલ 40 જેટલા નાના મોટા રીસોર્ટ્સ પણ આવતા અઠવાડિયાથી તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
અતુલ્ય ભારત થીમ સાથે લાઈવ ડેમોસ્ટ્રેશનની વ્યવસ્થા
દર વખતે રણોત્સવમાં અલગ અલગ થીમ હોય છે, ત્યારે આ વખતે અતુલ્ય ભારત થીમ રાખવામાં આવી છે. સફેદ રણમાં દર વર્ષે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ચાર મહિના માટે બંધાય છે. જેમાં 350 જેટલા તંબુ નવ ક્લસ્ટરમાં ગોઠવવામાં આવે છે. નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી રણોત્સવ શરૂ થઈ જશે. આ ઉપરાંત આ વર્ષે કચ્છના દરેક ખૂણાના કારીગરો માટે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવશે. જેમાં જિલ્લાની 8 ખ્યાતનામ હસ્તકળા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવશે અને તે માટે તેમને વળતર પણ ચુકવવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા ટૂંક સમયમાં રણોત્સવ અંગે સંકલન બેઠક યોજાશે
આ ઉપરાંત કચ્છનું વહીવટી તંત્ર પણ કચ્છના આ મહત્વના પ્રવાસન ઉત્સવની ઉજવણી માટે સજ્જ છે. પૂરક વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ વરસાદ પડી રહ્યો છે અને આગાહી પણ છે, ત્યારે કલેક્ટર દ્વારા એકાદ અઠવાડિયામાં રણોત્સવ માટેની સંકલન બેઠક બોલાવે તેવી સંભાવના છે.આ