કચ્છ જીસીઈઆરટી (Gujarat Council of Educational Research and Training) દ્વારા કચ્છના ધો. 4, 6 અને 7ના વિદ્યાર્થીઓનો ગુજરાત એચિવમેન્ટ(Gujarat Achievement) સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં કચ્છની 300 શાળામાં સર્વે હાથ ધરાશે. જીસીઈઆરટી દ્વારા 4 ઓકટોબરના રોજ આ સર્વે માટેની જાહેરાત કરાઈ છે. દિવાળી વેકેશન ખુલ્યા (GCERT after Diwali vacation) બાદ આ સર્વે હાથ ધરવામાં આવશે અને વિધાર્થીઓના શૈક્ષણિક સ્તરનું મૂક્યાંકન કરવામાં આવશે.
રેન્ડમ સેમ્પલીંગથી પસંદગી GCERTદ્વારા સર્વે મારફતે વિદ્યાર્થીઓના (Kutch students)શિક્ષણ સ્તર સહિતની પરિસ્થિતિનો તાગ મેળવાશે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર રક્ષાબેન ઉપાધ્યાયે આ સર્વે અંગે ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સર્વેમાં તાલુકા દીઠ 3 ધોરણની 10-10 એમ 30 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગ દ્વારા પસંદગી કરવામાં આવે છે.
પ્રશ્નપત્ર આપી મૂલ્યાંકન સર્વેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે શીખવવાનું પરિણામ મેળવવામાં આવશે. કચ્છના શૈક્ષણિક તંત્ર દ્વારા આ સર્વે મારફત કોરોનાકાળ બાદ કચ્છના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.
સર્વે હાથ ધરાશે દિવાળી વેકેશન ખુલ્યા બાદ સર્વે હાથ ધરાશે વધુ માહિતી આપતા રક્ષાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જિલ્લામાં ધો. 4, 6 અને 7ની પસંદ કરેલી શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે 4 હાથ ધરવામાં આવશે. સર્વે અંગે જીસીઈઆરટી દ્વારા હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ દિવાળી વેકેશન ખુલ્યા બાદ સર્વે હાથ ધરાશે. આ સર્વે માટે જિલ્લાવાર અને ધોરણવાર તાલુકા દીઠ 10 શાળાઓની પસંદગી કરવામાં આવે છે. જેથી દરેક જિલ્લામાં ત્રણેય ધોરણની મળીને તાલુકા દીઠ 30 શાળાઓની સર્વે માટે પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની કસોટી રેન્ડમ સેમ્પલીંગથી શાળાઓની પસંદગી કરાય છે જીસીઈઆરટી દ્વારા સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગથી પસંદગી કરવામાં આવી છે, જેથી એક જ શાળાના એક કરતા વધુ ધોરણ પણ પસંદ થયા હોય તેવું શકય બનશે. આમ છતાં આ સ્કુલનો સર્વે કરવાનો રહેશે. જીસીઈઆરટી દ્વારા 2018-19 માં ફેબ્રુઆરી માસમાં ગુજરાત એચિવમેન્ટ (Gujarat Achievement) સર્વે 1 કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓના વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી હતી, ત્યાર બાદ વિદ્યાર્થીઓના પરિણામના આધારે સર્વે કરવામાં આવ્યો હતો.
પરિસ્થિતિનો તાગ કચ્છની 10 તાલુકાઓની 3 ધોરણવાર 300 શાળાઓમાં આ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં લેવામાં આવતી કસોટીનું પ્રશ્નપત્ર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી જ આવતું હોય છે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં જ હોય છે. ઉપરાંત જે તે ધોરણમાં જે વિષયો અભ્યાસમાં આવતા હોય છે તે જ વિષયો અંગેના પ્રશ્નો પ્રશ્નપત્રમાં પૂછવામાં આવતા હોય છે. પરિણામ પરથી વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવતો હોય છે.