દીકરીઓ સાથેની મુલાકાત બાદ ડોક્ટર રાજુલા દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં દુઃખ સાથે જણાવ્યું હતું કે, આજે 21મી સદીમાં પણ માસિક ધર્મના ચોક્કસ નિયમોને પાળવા માટે દીકરીઓ તૈયાર છે, તે બાબત ગહન ચર્ચાનો વિષય છે. વિચારવાનો સમય છે, તેથી જ તેમણે દીકરીઓ સાથેની મુલાકાત બાદ જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું.
મહિલા આયોગના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આ સમગ્ર કિસ્સામાં ભોગ બનનાર દીકરી જે કાર્યવાહી થઈ છે, તેનાથી સંતોષ માન્યો છે અને બીજીતરફ જવાબદાર છે તેમને માફી માંગી લેતા હવે તેમને કંઈપણ કરવાનું રહેતું નથી. જો કે, મહિલા આયોગ આ બાબતે ગહન વિચારણા કર્યા બાદ આગળ રિપોર્ટ સરકારને સુપરત કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ સંસ્થા કોઈપણ ધર્મ પોતાના ચોક્કસ નિયમો આ રીતે લાગુ કરી શકે નહીં. સંસ્થામાં ખાસ કરીને જે યુજીસીના નિયમો છે, તેને પાળવા ફરજિયાત છે. દેશભરમાં અન્ય કોઈપણ સંસ્થામાં જો આ રીતે ચોક્કસ નિયમો લાદવાનો પ્રયાસ થતો હોય તો ભોગ બનનાર દીકરીઓ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક કરી શકે છે અને મહિલાઓ તેમની સુરક્ષા સલામતી અને સન્માન માટે હંમેશા તેની સાથે છે