કચ્છઃ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભુજ ભચાઉં રાજ્ય ધોરીમાર્ગ 42 ને કી. મી, 0/0 થી 77/00 સુધી બી. ઓ. ટી. ધોરણે વિકસિત તથા પહોળો કરવાની કામગીરીનું આયોજન 2011માં હાથ ધરવામાં આવેલ.કન્સેશનર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં વિવિધ કારણોસર વિલંબ થયેલ હોઈ બાકી રહેતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નિગમ દ્વારા આ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરાઈ હતી અને આજે તે (Dedication of development works in Kutch ) પૂર્ણ કરવામાં આવી છે.
1. અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે નિર્મિત આ રેલ્વે ઓવરબ્રિજ રાજયમાં અદ્યતન ટેકનોલોજીયુકત પેરામેશ વોલ એટલે પથ્થરની ગેબિયન વોલથી બનેલ સૌથી લાંબો અને ઉંચો રેલવે ઓવરબ્રિજ છે. 2. આ બ્રિજ 1.5 કી. મી. લાંબો અને ચારમાર્ગીય છે તથા બ્રિજની મહત્તમ ઊંચાઈ 17 મીટર છે જેના એપ્રોચીઝમાં અંદાજે 29,500 ઘન મીટર જેટલા પત્થરોનો ગેબીયન વૉલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. 3. બ્રિજના સ્ટ્રક્ચરની કામગીરી એટલે બ્રિજ પ્રોપરમાં આર. સી. સી. ના 3 ગાળાઓની કુલ લંબાઈ આશરે 61 મીટર છે. જેની ડિઝાઇન લાઈફ 100 વર્ષની છે. 4. કચ્છ જિલ્લો ભૂકંપગ્રસ્ત ઝોન-5 માં સમાવિષ્ટ હોઈ અને બ્રિજની અધિકતમ ઉંચાઈ 17 મી, થતી હોઈ આર.ઈ.વોલના પર્યાય સામે પેરામેશવોલ પધ્ધતિથી બ્રિજના એપ્રોચીઝનું બાંધકામ કરવામાં આવ્યું છે. 5. કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલ હોઈ સંરક્ષણ તેમજ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ બ્રિજ થવાથી ફાયદો થશે. 6. કચ્છના મુખ્ય મથક ભૂજ તાલુકાને જીલ્લાના અન્ય તાલુકાઓથી તેમજ રાજયના અન્ય જીલ્લાઓથી જોડતા આ મહત્વના રેલવે ઓવરબ્રિજ થકી જીલ્લાના અંદાજે 7,00,000 લોકોને લાભ થશે. 7. ભુજોડી ખાતે હયાત રેલવે લેવલ કોસીંગના લીધે થતો વિલંબ, ઈંધણનો દુર્વ્યય તથા લોકો અને પ્રવાસીઓને થતી અન્ય મુશ્કેલીઓનો હવે અંત આવશે. 8. કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષે રણોત્સવ ઉજવવામાં આવે છે જે વિશ્વ વિખ્યાત છે અને લાખો પ્રવાસીઓને આકર્ષે છે. તેથી આ નવનિર્મિત ભુજોડી ઓવરબ્રિજના લાભથી કચ્છના પ્રવાસન ક્ષેત્રને ફાયદા થશે. 9. ભુજોડી રેલ્વે ઓવરબ્રિજ જે ભુજ ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ, અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા અન્ય મુખ્ય માર્ગો જે કચ્છના મુખ્ય મથક ભુજને જિલ્લાના કંડલા, ગાંધીધામ જેવા પોર્ટ અને વ્યાપાર જગતના મહત્વનાં શહેરોને સાંકળતો એક અગત્યનો બ્રિજ છે. 10. આ બ્રિજથી જિલ્લાના આશરે રોજના 1000 વાણીજ્યક/માલવાહક તથા ખનીજ વહન કરતાં વાહનોને લાભ મળશે તથા વ્યાપાર જગતને વેગ મળશે તેમજ રોજના આશરે 13000 જેટલા પેસેન્જર વાહનોને પણ ફાયદો થશે. 11. ભચાઉ ખાતેની રેલ્વે ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે જેને પણ વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે. |
રેલ્વે ઓવરબ્રિજ વહેલી તકે પૂર્ણ કરાશે -મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ(Purnesh Modi visiting Kutch ) મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મુખ્ય બાકી રહેતી કામગીરીમાં ભુજ ખાતેનો રેલ્વે ઓવરબ્રિજ તેમજ ભચાઉ ખાતેના રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ હતો. તેમજ રસ્તાની ચારમાર્ગીયકરણની કામગીરીમાં કબરાઉ ગામ ખાતે 600 મીટર ડાબી બાજુના રસ્તાની કામગીરીનો સમાવેશ થાય છે. ભુજ ખાતેના આજરોજ લોકાર્પણ થયેલ રેલ્વે ઓવરબ્રિજની કામગીરી (Dedication of development works in Kutch ) પૂર્ણ થયેલ છે જ્યારે ભચાઉ ખાતેની રેલ્વે ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં છે જેને પણ વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે.
રાજયના દરેક જિલ્લામાં રૂ.12,200 કરોડના ખર્ચે નવા માર્ગો બનશે -રાજયના ચોતરફી માર્ગીય વિકાસ વિસ્તારની વિગતો રજુ કરી જણાવ્યું (Purnesh Modi visiting Kutch )હતું કે, આગામી સમયમાં રાજયના દરેક જિલ્લામાં રૂ.12,200 કરોડના ખર્ચે નવા માર્ગો બનશે. સરકારે વિવિધ સર્વે બાદ રૂ.500 કરોડના ખર્ચે 295 ગામોમાં કોઝવે કામગીરી, અમૃત મહોત્સવ હેઠળ 414 નવા રોડ તેમજ જયાં નદીનાળા અને તળાવો છે ત્યાં વિધાર્થીઓને માર્ગ વ્યવસ્થા માટે રૂ.300 કરોડના ખર્ચે કામગીરી કરાશે. રાજયના અંતરિયાળ અને છેવાડાના ગામો જયાં 108 જવા માટે માર્ગ વ્યવસ્થા અત્યંત જરૂરી છે ત્યાં રૂ.300 કરોડના ખર્ચે કામગીરી કરશે. આ તકે તેમણે કચ્છમાં થયેલા વિકાસ કામોની (Dedication of development works in Kutch ) પણ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ પૂર્ણેશ મોદીનું નિવેદન : 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી
પ્રજાની લાગણી અને માંગણીને પૂર્ણ કરવા સરકાર સક્રિય -કચ્છના તમામ આગેવાનો, જન પ્રતિનિધિઓની રજુઆતના પગલે આજે આ ઓવરબ્રિજ લોકાર્પિત થયો છે. વૈશ્વિકકક્ષાના અને વિકાસના પ્રોજેકટોની દીર્ધદષ્ટિથી વિશ્વ નોંધનીય કચ્છમાં વિકાસની અવિરત યાત્રા (Dedication of development works in Kutch ) ચાલતી જ રહેશે. પ્રજાની લાગણી અને માંગણીને પૂર્ણ કરવા સરકાર સક્રિય છે. વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર (Purnesh Modi visiting Kutch )સક્રિય છે.
અંજારમાં ARTO કચેરીનું નિર્માણ - ઉપરાંત આજે અંજાર ખાતે ગુજરાત રાજ્ય બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના અંજાર ખાતે નવનિર્મિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું પણ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે (Purnesh Modi visiting Kutch ) લોકાર્પણ કરવામાં આવ્યું. કચ્છ જિલ્લાના અંજાર ખાતે 1500 ચોરસમીટરનું બાંધકામ ધરાવતું અને 570.80 લાખના ખર્ચથી ARTO કચેરીનું નિર્માણ ( Anjar ARTO office ) કરવામાં આવેલ છે જ્યાં આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપલબ્ધ હશે. Arto અંજાર ખાતે કચ્છ જિલ્લાના 4 તાલુકા અંજાર ગાંધીધામ ભચાઉ રાપર તાલુકાના અરજદારોને મોટરવાહન તેમજ લાયસન્સને લગતી કામગીરી સુગમ્ય વ્યવસ્થા સાથે ઉપલબ્ધ થશે.