કચ્છ સરહદી જિલ્લા કચ્છમાં 2001ના વિનાશક ભૂકંપ બાદ ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. છેલ્લાં 20 વર્ષોમાં અહીં અનેક કંપનીઓ આવી છે. આવી જ એક સોડા એશ બનાવતી કંપની GHCL માંડવી તાલુકાના (ghcl company in Kutch) બાડા ગામમાં આવી (bada village in kutch) રહી છે. ત્યારે આ કંપની અંગેની લોક સુનાવણી યોજાઈ હતી.
કેટલાક લોકોએ કર્યો વિરોધ નાગરિકોની ઉપસ્થિતિમાં દિવસભર ચાલુ રહેલી કાર્યવાહી રાત્રે દસેક વાગ્યે સંપન્ન થઈ (Kutch Latest News) હતી. ત્યારબાદ પ્રાન્ત અધિકારીએ કહ્યું કે, તેમણે રજૂઆતો સાંભળી છે તેને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવશે. અમુક ગામના લોકોએ આ કંપનીને સમર્થન આપ્યું હતું તો આસપાસના અમુક ગામના લોકોએ વિરોધ પણ કર્યો હતો.
સ્થાનિકો રહ્યા ઉપસ્થિત માંડવી તાલુકાના બાડા ગામમાં (bada village in kutch) સરવે નંબર 432માં જી.એચ.સી.એલ. કંપની (ghcl company in Kutch) માટે બીજી લોક સુનાવણીમાં (Public hearing regarding ghcl company) પંથકની જનતાનો ભારે વિરોધ નોંધાયો હતો. લોક સુનાવણીના અધ્યક્ષ મુંદ્રાના પ્રાન્ત અધિકારી ચેતન મિશણ, જીપીસીબીના (Gujarat Pollution Control Board) તુષાર બારમેડા અને કંપનીના અધિકારી નિશીત રાડિયા હાજર રહ્યા હતા. બહોળી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને આજુબાજુના ગામના આગેવાનો, સરપંચો, વિપશ્યનાના સાધકો પણ આ લોક સુનાવણીમાં જોડાયા હતા.
કેટલાક ગામના લોકોએ આપ્યું સમર્થન GHCL કંપનીએ પ્રોજેક્ટ (ghcl company in Kutch) શરૂ કરતાં પૂર્વે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીની પ્રક્રિયાના ભાગરૂપે પર્યાવરણીય અસરોનો અભ્યાસ (Environment Impact Assessment EIA) કરી લઈ તેનો રિપોર્ટ પણ સબમિટ કરી દીધો છે. સરકારી નિયમો મુજબ, હવે આજે ‘લોક સુનાવણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સુનાવણીમાં ગામના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. તો અનેક લોકોએ સમર્થન પણ આપ્યું હતું. તો ગામજનોએ પોતાના વાંધા અને પ્રશ્નો રજૂ કર્યા હતા તો કંપનીના પ્રતિનિધિ દ્વારા રિપોર્ટ અને રિસર્ચ અનુસાર જવાબો આપ્યા હતા.
અમુક ગામના સરપંચો અને લોકોએ સમર્થનના બેનર સાથે કંપનીને વેલકમ કર્યું લોક સુનાવણીના (Public hearing regarding ghcl company) સ્થળે સતત સૂત્રોચ્ચાર કાળા વાવટા વિવિધ બેનરોથી પ્રજાએ સવારે 11 વાગ્યાથી રાત સુધી વિરોધ નોંધાયો હતો. તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા લોક સુનાવણી ચાલુ રાખવામાં આવી હતી. તો વિરોધના સૂત્રોચ્ચાર વચ્ચે અમુક ગામના સરપંચો અને લોકોએ સમર્થનના બેનર સાથે કંપનીને વેલકમ કરવા લોક સુનાવણી સ્થળે આવ્યા હતા તેઓએ કંપનીને સમર્થન પત્ર આપીને કંપનીને આવકાર્યો હતો.
GPCBના અધિકારી અને પ્રાન્ત અધિકારી પર કંપનીની તરફેણના આરોપો લોક સુનાવણીના સ્થળે (Public hearing regarding ghcl company) જામરવાહન, વોટર ફાયર, પોલીસ વાહનો તથા 150 જેટલા પોલીસ કર્મચારીઓ પણ આખો દિવસ સરકાર અને પ્રજા વચ્ચે ખડે પગે રહી હતી. તો લોખંડની જાળી સાથે ડોમને સુરક્ષિત પણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્ય મંચથી લોકોને 30 ફૂટ દૂર પણ રાખવામાં આવ્યા હતા. તો લોકોએ લોક સુનાવણી દરમિયાન GPCBના (Gujarat Pollution Control Board) અધિકારી તેમ જ પ્રાંત અધિકારી પર કંપનીની તરફેણના આરોપો પણ લગાવ્યા હતા.
કંપનીના જવાબથી લોકો સંતુષ્ટ તો આ તરફ કંપનીના સમર્થકોએ રોજગારી અને પ્રદૂષણ બાબતે પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં કંપનીના પ્રતિનિધી નિશીત રાડિયાએ રોજગારી માટે અને સામાજિક જવાબદારી માટે જણાવ્યું હતું અને કંપનીના જવાબોથી લોકો સંતોષ થયાનું જણાવ્યું હતું અને સુનાવણી સફળ રહ્યાનો દાવો કર્યો હતો.
સુનાવણી કંપનીની તરફેણ માટેની સુનાવણી છે: અગ્રણી બાડા ગામમાં (bada village in kutch) અગ્રણી વિજય ગઢવીએ જણાવ્યું હતું કે આ કંપનીનું અગાઉ યોજાયેલ પ્રથમ સુનાવણીમાં ભારે જનાક્રોશના કારણે 10 મિનીટની અંદર જ સુનાવણી રદ કરવામાં આવી હતી. જે સુનાવણી યોજવામાં આવી છે. તે લોક સુનાવણી નથી દમન માટેની સુનાવણી છે. કંપનીની તરફેણ માટેની સુનાવણી છે. અધિકારીઓ પણ કંપનીની તરફેણમાં બોલી રહ્યા છે. આ કંપનીનો આસપાસના ગામો, બાડા ગ્રામ પંચાયત(bada village in kutch) , સાધના કેન્દ્ર તમામ લોકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે.
કંપનીના લીધે ખેતી અને પશુપાલનને તેમજ પર્યાવરણને નુકસાની થશે ગામના અન્ય લોકોએ જણાવ્યું હતું કે, આ કંપની આ વિસ્તારનો વિનાશ કરી નાખશે. ખેતી અને પશુપાલનથી આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે. હેવી કેમિકલથી અહીં પ્રદૂષણની માત્રા અનેકગણી વધી જશે. જેનાથી પર્યાવરણની ઈકો સાઈકલ બગડી જશે. આ કંપનીના આવવાથી રાષ્ટ્રીય પક્ષી મોરની વસાહત નાશપ્રાય થઈ જશે. અહીં બાડામાં આંતરાષ્ટ્રીય ધ્યાન યોગ કેન્દ્ર છે.
મોઢામાંથી કોળિયો છિનવતી કંપની ગામના લોકોએ ઉમેર્યું હતું કે, આ વિસ્તાર ખેતી, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા અને જીવદયા ક્ષેત્રે ખૂબ વિકસિત છે, કંપનીની કોઈપણ લોલીપોપ અમને નથી જોઈતી. કંપની અત્યારે જે જમીન ઉપર આવી રહી છે તે જમીન પર આજુબાજુનાં ચાર ગામની ગાયો દરરોજ ચરિયાણ કરી રહી છે. જેથી ગાયોનાં મોઢેથી કોળિયો છીનવતી આ કંપની કોઈ પણ શરતે નથી જોઈતી તેવી ઉગ્ર માગણી આ પંથકના સંગઠનો અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.
3500 કરોડના મૂડીરોકાણ સાથેનો કેમિકલ પ્લાન્ટ શરૂ કરવા ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા માંડવી તાલુકાના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) દ્વારા કચ્છમાં (ghcl company in Kutch) પહેલો સોડા એશનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે બાડાના દરિયા કિનારા નજીક 1,340 એકરમાં GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારીત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે. 3,500 કરોડના મૂડીરોકાણ સાથેનો કેમિકલ પ્લાન્ટ શરૂ કરવા કંપનીએ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા.
કંપની વાર્ષિક 2 લાખ ટન બેકીંગ સોડાનું ઉત્પાદન કરશે આ કંપની સોડા એશ અને બેકીંગ સોડાનું ઉત્પાદન કરશે અને કંપનીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં (Gujarat Pollution Control Board) રજૂ કરેલાં Environment Impact Assesementમાં જણાવ્યું છે કે, અહીં તે વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકીંગ સોડાનું ઉત્પાદન કરશે.
તમામ પ્રશ્નો અને રજૂઆતોનો અહેવાલ પર્યાવરણ બોર્ડ સમક્ષ મૂકાશે લોક સુનાવણી પૂર્ણ થયા (Public hearing regarding ghcl company) બાદ કમિટીના અધ્યક્ષ પ્રાન્ત અધિકારી ચેતન મીષણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોક સુનાવણીમાં તમામ રજૂઆતકારોના લેખિત અને મૌખિક પ્રશ્નની રજૂઆત સાંભળીને મિનિટ ટૂ મિનિટ નોંધણી કરવામાં આવી છે અને રેકોર્ડ પણ લેવામાં આવ્યું છે, પણ આ કમિટી ફક્ત પર્યાવરણની લોક સુનાવણી માટે જ છે. તેમને કોઈ નિર્ણય કે સરવે તથા રિપોર્ટને અને કોઈ રીતે ખરાઈ કરવાની સત્તા નથી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતી સતકતા રખાઈ હોવાનું જણાવ્યું હતું. તેમ જ લોક સુનાવણીમાં આજે જે જે પ્રશ્નો અને મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે અંગેનો અહેવાલ પર્યાવરણ બોર્ડમાં મૂકવામાં આવશે.