ETV Bharat / state

ભુજ: 'અહીંયા પણ કરો સેવા' સપ્તાહની ઉજવણી, કોંગ્રેસે ભાજપની ઉજવણીને દેખાવ ગણાવી

કચ્છ જિલ્લામાં ભાજપના કાર્યકારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષમાં સેવા સપ્તાહની ઉજવણી શરુ કરાઈ છે. જેમાં જિલ્લાની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી છે.

કચ્છમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : Sep 17, 2020, 2:58 PM IST

કચ્છઃ કચ્છ જિલ્લામાં ભાજપના કાર્યકારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષમાં સેવા સપ્તાહની ઉજવણી શરુ કરાઈ છે. જેમાં જિલ્લાની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી છે. જેનો પ્રારંભ ભુજના ભુજીયા રીંગ રોડ ઉપર સ્વચ્છતા અભિયાન સાથે કરાયો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસે ભાજપના આ સેવા સપ્તાહને આડે હાથ લેતા સેવા સપ્તાહને દેખાવ ગણાવ્યા છે. સાથે જ જ્યાં ગટર ઉભરાઇ રહી હતી, ત્યાં બેનર સાથે ઉભા રહીને શહેરની વિવિધ સમસ્યાઓને ઉજાગર કરી હતી.

કચ્છમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ

ભુજના રેલવે સ્ટેશન પાસેથી શહેરની મુખ્ય ગટર લાઈન પસાર થાય છે. આ લાઇન હાલ તૂટી ગઈ છે અને ગટર ઉભરાઇ રહી છે. ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને નગરસેવકોએ સેવા સપ્તાહની ઉજવણીના દેખાવો બંધ કરીને અહીંયા કરો ઉજવણી, આ છે સ્થિતિ. તેમ કહીને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મ દિવસને સેવા સપ્તાહની ઉજવણીમાં અમે પણ જોડાઈને આ રીતે અહીંયા પણ કરો ઉજવણી સાથેના બેનર સાથે સાચી સ્થિતિ બતાવી હતી.

ભાજપના લોકો દેખાવો કરવા સાથે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે શહેરના દરેક વિસ્તારમાં કોંગ્રેસ જશે અને આ રીતે બેનર સાથે અહીં ઉજવણીની જરૂર છે તેવી માગણી કરશે. ભાજપ પ્રમુખને આ મુદ્દે રજૂઆત કરી તો તેઓ સેવા સપ્તાહની ઉજવણી ચાલી રહ્યાની વાત કરી રહ્યા છે પણ સાચી સ્થિતિનો સ્વીકાર કરાતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાનો આગ્રહ કરે છે, ત્યારે શહેરની શું સ્થિતિ છે, તે નજર સમક્ષ છે. રેલવે સ્ટેશન વિસ્તાર શહેરના નાક સમાન છે, પણ ત્યાંની હાલત પણ ખરાબ છે. ત્યારે ભાજપના સત્તાધીશો અને નગરપાલિકાએ આ બાબતે સચ્ચાઈ સ્વીકારીને જ્યાં જરૂર છે ત્યાં કામગીરી કરવી જોઈએ. કોંગ્રેસ સેવા સપ્તાહની ઉજવણી કરશે અને અહીં કામગીરીની જરૂરિયાત છે તે આ અંગે ભાજપના પ્રમુખ શહેરના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના ધ્યાન લાવવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.