કચ્છ- કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના હેડ ડો. કલ્પના સતીજા અને અર્થશાસ્ત્ર વિભાગના જ વિદ્યાર્થી મનીષ છતલાની દ્વારા રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પેપરમાં ભારતની અર્થવ્યવસ્થા પર વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસર પડે છે તેનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ટકાઉ વિકાસ માટે પર્યાવરણનું અર્થશાત્ર સમજવું જરૂરી છે. ટકાઉ વિકાસના નિર્દેશકોમાં પર્યાવરણ એક મુખ્ય નિર્દેશક છે.આ પેપર અમેરિકાની યુનિવર્સિટીએ (Kutch University Research paper published by American University) પ્રકાશિત કર્યું છે. જે ગુજરાત માટે પણ ગૌરવની (Pride Of Gujarat ) વાત છે.
પૂરા વિશ્વનું પર્યાવરણ ખતરામાં- આ સંશોધનપત્રમાં ભારતની આર્થિક વૃદ્ધિ તથા ગ્રીન હાઉસ એમિસન વચ્ચેનો સંબંધ તથા વિકાસને લગતા નિર્ધારણ મોડેલ દ્વારા પર્યાવરણની ભારતમાં શું પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના હેડ ડૉ.કલ્પના સતીજા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ (Sustainable development) પર કામ કરી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના હેડ ડો. કલ્પના સતીજાએ રિસર્ચ પેપર અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે,એન ઇકોનોમેટ્રિક એનાલિસીસ ઓફ એન્વાયર્નમેન્ટલ ડેમેજ ઓન ઇન્ડિયન ઇકોનોમી પર એક રિસર્ચ પેપર લખવામાં આવ્યું હતું. આપણે જોઈ શકીએ છીએ કે પૂરા વિશ્વનું પર્યાવરણ ખતરામાં છે. મનુષ્ય દ્વારા હોય કે કોઈ મશીનરી મારફતે હોય કે પછી કોઈ કેમિકલ મારફતે હોય આપણે કોઈને કોઈ કારણોસર પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
ભારતની ઇકોનોમીને ગેસ એમિસનથી અસર અને ખતરા છે તેના પર સંશોધન- છેલ્લાં 10 વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચ્યું છે. તો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિસર્ચપેપરમાં વધારે પડતું ગેસ એમિસન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.કે જેમાં ભારતની ઇકોનોમીને ગેસ એમિસનથી શું અસર થઈ છે અને કયા ખતરા ઊભા થયા છે તેના પર સંશોધન કરવામાં આવ્યું. 61 જેટલા Millennium Development Goals નક્કી કરવામાં આવ્યા હતાં.ઉપરાંત સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે આજથી ઘણા વર્ષો પહેલા 61 જેટલા Millennium Development Goals નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં ગરીબી નિર્દેશક છે, રોજગારી પણ છે,સારા પાણી માટે વગેરે માટે અલગ અલગ Development Goals નક્કી કરવામાં આવ્યા હતા.જેમાંથી એક goal સારા પર્યાવરણનો પણ હતો.
ઇકોનોમેટ્રિક એનાલિસીસ કરવામાં આવ્યું -સારા પર્યાવરણના goalમાં દરેક મનુષ્યને સારું પર્યાવરણ મળે, સારી આબોહવા મળે. દરેક દેશની જવાબદારી છે કે પોતાના નાગરિકને સારામાં સારી હવા મળે. જ્યારે આપણા દેશની વાત કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં કલાઈમેટમાં થતાં ફેરફારના કારણે પાણીનું સ્તર વધતું જાય છે, સારી હવા નથી મળી રહી.આમ ગેસ એમિસનના કારણે આપણા દેશને કેટલું નુકસાન થયું છે તેનું ઇકોનોમેટ્રિક એનાલિસીસ કરવામાં આવ્યું છે.
ગુજરાતની કચ્છ યુનિવર્સિટી માટે ખુશીની વાત -કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ એન ઇકોનોમેટ્રિક એનાલિસીસ ઓફ એન્વાયર્નમેન્ટલ ડેમેજ ઓન ઇન્ડિયન ઇકોનોમી રિસર્ચપેપર અમેરિકાની ટોરેન્ટો યુનિવર્સિટીમાંથી (Kutch University Research paper published by American University) પ્રકાશિત કરવામાં આવ્યું છે જે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ, વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીની (Pride Of Gujarat ) વાત છે.