- પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ
- શાસક પક્ષ તથા વિરોધ પક્ષના નગરસેવકો રહ્યા હાજર
- પાંચ હોદ્દેદારોના નામ કરવામાં આવ્યા જાહેર
કચ્છ: ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભુજ શહેરના ટાઉનહોલ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકાનાં 11 વોર્ડના વિજેતા પક્ષ તથા વિરોધ પક્ષના નગરસેવકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતી લાવવા સૂત્રલેખન કરવામાં આવ્યું
બંને હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા
ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઘનશ્યામ રસિકભાઇ ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે રેશ્માબેન ઝવેરીની વરણી કરવામાં આવી છે. બંને હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે. નિયુક્તિ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને તેમના ટેકેદારો તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી
કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની નિમણૂક કરાઈ
પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સાથે સાથે કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડક સહિતના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે જગત વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે અશોક પટેલ અને દંડક તરીકે અનિલ છત્રાળાની નિમણૂક કરવામાં આવી હતી.