- વડાપ્રધાનના કચ્છ પ્રવાસને લઇને તૈયારીઓ પૂર્ણ
- 15 ડિસેમ્બરે યોજાશે કાર્યક્રમ
- માંડવી તાલુકાના ગુંદીયાલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે
કચ્છઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આજે મંગળવારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની ચોથી મુલાકાત છે, જયારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે કચ્છની 80થી વધુ મુલાકાત લીધી હતી. કચ્છની આ મુલાકાતના પગલે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છના મોટા રણમાં જ્યાં સોલાર એનર્જી પાર્કનું શિલાન્યાસ થશે, ત્યાં સુરક્ષા સુવિધા અને સાધનો માટે તંત્રની વિવધ ટીમો કામે લાગી છે.
મુખ્યપ્રધાન તરીકે 80થી વધુ વખત મુલાકાત
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂકંપ પછીના કચ્છની વિકાસમાં મોદીજીના યોગદાનથી તમામ લોકો પરીચીત છે. કચ્છ સાથે તેમને અનેરો લગાવ છે. એટેલે જ મુખ્યપ્રધાન તરીકે તે 80થી વધુ મુલાકાતો લઈ ચુકયા છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાનના કચ્છ આગમનને લઇને તૈયારીઓ પૂરજોશમાં શરૂ, 15મી ડિસેમ્બરે યોજાશે કાર્યક્રમ
વડાપ્રધાન કાર્યક્રમોમાં આપશે હાજરી
કચ્છમાં દેશના પ્રથમ એવા અનેક પ્રકલ્પો તૈયાર થયા છે. કચ્છ રણોત્સવ, માંડવી દરિયા કિનારો, સરહદ પર વોર મેમોરિયલ વગેરે અનેક પ્રકલ્પો મોદીજીને આભારી છે. કચ્છના દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે વોટર ડિસેલિશન પ્લાન્ટ અને કચ્છ રણમાં સોલાર એનર્જી પાર્કનું વડાપ્રધાન વર્ચુઅલ ખાતમુહૂર્ત કરવાના છે. આ ઉપરાંત રણોત્સવ ખાતે ટેન્ટસીટી પાસે એક મોટા ડેમનું નિમાર્ણ થઈ રહ્યું છે. વડાપ્રધાન ભુજ અને ત્યાંથી ધોરડો પહોંચશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન 15 ડિસેમ્બર કચ્છ પહોંચશે
વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે કચ્છ પહોંચવાના હતા અને 15 ડિસેમ્બરે સવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર થયાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ રણોત્સવની ટેન્ટ સીટીમાં વડાપ્રધાનનું રાત્રિ રોકાણ રદ થયું છે. જેથી PM મોદી 15 ડિસેમ્બરે ભુજ પહોંચશે.
માંડવી તાલુકાના ગુંદીયાલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે
આવતીકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. આ સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છના 4 તાલુકાને પીવાનું મીઠું પાણી મળતું થશે. આ ઉપરાંત પીવાના પાણી માટે કાયમી સ્ત્રોત ઉભો થશે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભૂમિ પૂજન માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્લાન્ટ થકી કચ્છના ગુંદીયાલી ખાતે રોજના 10 કરોડ લીટર પીવાના પાણી દ્વારા ગુંદીયાલીથી હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી, ગ્રામ્ય તથા ઔધોગિક વિસ્તારોના લાખો લોકોને પાઇપલાઇન દ્વારા સી વોટર ડિસેલીનેશન પાણી આપી શકાશે. આ ઉપરાંત જળસલામતીમાં વધારો કરી શકાશે. આ સાથે જ ઉપરવાસના તાલુકાઓ જેવા કે, ભચાઉ, રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં નર્મદાનું વધારાનું પાણી ફાળવવામાં આવશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી કચ્છમાં આ પ્લાન્ટનું કરશે ભૂમિ પૂજન, સી વોટર ડિસેલીનેશન પ્લાન્ટથી ચાર તાલુકાને થશે લાભ
રાજ્ય પ્રધાન વાસણ આહિર અને કલેક્ટર પ્રવિણા ડી.કે.ની આગેવાની હેઠળ સમીક્ષા બેઠક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારે કચ્છ મુલાકાત સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણ આહિરે આજે સોમવારે શનિવારે ધોરડો ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. વાસણ આહિરની અધ્યક્ષતા હેઠળ અને કલેક્ટર પ્રવિણા ડી.કે.ની આગેવાની હેઠળ યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છીઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે, ત્યારે એમના આગમનની વિશેષ ઘડીઓમાં સૌ તેમને સત્કારવા ઉત્સુક છે તેમ જણાવીને સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા તમામ સંબિધત પદાધિકારી/અધિકારીઓને વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસની તકેદારી હેઠળ કાર્યક્રમને સફળ રીતે સાકાર કરવા વિવિધ ચર્ચા કરાઈ હતી. ધોરડો ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે, ત્યારે કાર્યક્રમમાં જોડાનારા સર્વે મહાનુભાવો, અગ્રણીઓ, સ્થાનિકો અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામને કોવિડ- 19 માર્ગદર્શિકા અનુસરવા અને તે પ્રમાણે આરોગ્ય વિભાગને કામગીરી કરવા પણ સૂચિત કર્યા હતા. આ સાથે જ માંડવી અને ધર્મશાળાના પ્રજા કલ્યાણકારી વિકાસ કામ સી-વોટર ડિસેલીનેશન પ્રોજેક્ટ અને સોલાર એનર્જી પાર્કના થનારા ભૂમિ પૂજન માટે થયેલી સમગ્ર કામગીરીનો તાગ મેળવીને રાજ્ય પ્રધાન વાસણ આહિરે કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓને તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરના રોજ દિલ્હીથી 11.30 કલાકે કચ્છ આવવા રવાના થશે. બપોરે 1.30 કલાકે તે કચ્છ-ભુજ એરપોર્ટ પહોંચશે ત્યાંથી હેલિકોપ્ટર મારફતે માંડવી જશે. જ્યાં ડિસેલીનેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન રીન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન સાંજે 5 કલાકે સફેદ રણનો નજારો માણશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ