ભૂજઃ સુકા અને સરહદી મુલ્ક કચ્છમાં પાણી પ્રાણપ્રશ્ર છે અને નર્મદા જીવાદોરી છે. આ મુદ્દે વરસોથી રાજકરણ રમાય છે પણ હવે આ મુદ્દે રાજકરણ રમાનારાઓ જ કુંડાળામાં આવી ગયાં છે. કચ્છના પીઢ આગેવાન અને પૂર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ નર્મદાનું પાણી પહોંચાડવાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઈના કાર્યકાળ અને ત્યારબાદ આનંદીબહેનના કાર્યકાળ દરમિયાન જ નર્મદા નહેરનું કામ થયું હોવાનું અને વર્તમાન સરકારમાં રાજકીય ઇચ્છશક્તિનો અભાવ હોવાથી અત્યારે કચ્છમાં નર્મદાનું કોઈ કામ થતું ન હોવાનું જણાવ્યું છે. સાથે રાજય સરકારને જરૂરી સૂચના આપવા રજૂઆત કરી છે.
કચ્છના નર્મદાના મુદ્દે રાજકારણીઓ વચ્ચે જ રાજકારણ શરૂ, વિવાદ વધુ વકરવાની વકી બીજીતરફ આ મુદ્દે સ્થાનિક રાજનેતાઓ એક થઈ ગયાં છે અને છેડાની રજૂઆતની વિરૂદ્ધ નારાજ થયાંનું જાણવા મળી રહ્યું છે. જોકે આ મુદ્દે કોઈ નેતાઓ પોતાનું નિવેદન આપ્યું નથી. રાજ્યપ્રધાન અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરે નો કોમન્ટ કહ્યું હતું તો ભૂજના ધારાસભ્યનો ફોનનો રિપ્લાય થઈ રહ્યો છે.
કચ્છના નર્મદાના મુદ્દે રાજકારણીઓ વચ્ચે જ રાજકારણ શરૂ, વિવાદ વધુ વકરવાની વકી ભાજપના જાણકારો એમ કહી રહ્યાં છે કે, આ કચ્છનો નર્મદાના પાણીનો મુદ્દે હંમેશા ભાજપ માટે મહત્વપૂર્ણ રહ્યો છે. કેટલાય વચનો અપાયાં છે અને મતો પણ મેળવાયાં છે. પણ પ્રથમ વખત ભાજપના નેતાઓના જૂથમાં આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. હવે જોવાનું એ છે કે, આ મુદ્દાએ તુલ પકડી લીધું છે ત્યારે તેની પાછળ કોઈ કારણ છે કે પછી બધાં એકસાથે મળીને આ મુદ્દો ઉકેલે છે. કારણ કે કુંડાળું થયું છે અને હવે તેમાંથી બહાર નીકળવા અને દૂર રહેવાના પ્રયાસો જોવા મળી રહ્યાં છે જે સૂચક છે.