- ભેંસોને કતલખાને લઈ જવાતી પોલીસે બચાવી
- બોલેરો કારચાલકની ધરપકડ, એક નાસી છુટ્યો
- ચાર લોકો સામે ગુનો નોંધાયો
કચ્છ: કતલ કરવાના ઇરાદે અશ્વોને લઈ જતા શખ્સોને ઝડપી પાડવા બાતમીના આધારે આડેસર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરાયું હતું બાતમી દરમિયાન બોલેરો કાર પસાર થતાં પોલીસે તેને રોકી હતી પરંતુ આરોપી ચાલકે ગાડી દોડાવી હતી જ્યારે પોલીસે કારનો પીછો કર્યો હતો અને આગળ જતાં આરોપીઓએ કાર ઊભી રાખી હતી બે શખ્સ ભાગવા લાગ્યા હતા જેમાંથી પોલીસે એક આરોપી રમજાન બલોચને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય આરોપી રામા રબારી નાસી ગયો હતો.
આ પણ વાંચો: વડોદરામાં ગેરકાયદે ધમધમતું કતલખાનું પોલીસે ઝડપી પાડ્યું
ભેંસોને પાટણ લઈ જવાઈ રહી હતી
આરોપીઓએ કતલખાને લઇ જવાના ઇરાદે 3 ભેંસો ભરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય બે લોકોના નામ બહાર આવ્યા હતાં જેમાં સેંઘાભાઈ ભરવાડે ભેંસો ભરી આપી હતી અને પાટણના ઇબ્રાહિમ ને ત્યાં લઈ જવાની હતી તેવું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: આણંદમાં ઝડપાયું ગાયનું કતલખાનું, 2 લોકોની અટકાયત 1 ફરાર
ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ભેંસોને મુક્ત કરીને આડેસરના જીવદયા પાંજરાપોળમાં લઈ જવાઈ હતી.Conclusion: