ETV Bharat / state

Police raid news : નખત્રાણા પોલીસે વિગોડી ગામમાંથી 15 gamblersને ઝડપી પાડ્યા - Gamblers caught in Kutch

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વિગોડી ગામે વાડી પર ધાણી-પાસાની રમાતી જુગાર પર નખત્રાણા પોલીસે રેડ (Raid) કરીને નખત્રાણા તાલુકા પંચાયતની મથલ સીટના સદસ્ય સહિત 15 જુગારીઓ (gamblers)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે 3 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે આ શખ્સોના કબજામાંથી 1.70 લાખની રોકડ રકમ સહિત 2.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Vigodina Breaking News
Vigodina Breaking News
author img

By

Published : Jun 22, 2021, 6:46 PM IST

  • નખત્રાણાના વિગોડી ગામે વાડી પર ધાણીપાસાની રમાતી જુગાર પર પોલીસે કરી રેડ (Raid)
  • દરોડામાં 15 શખ્સો ઝડપાયા, જ્યારે 3 ફરાર
  • પોલીસે રૂપિયા 1.70 લાખની રોકડ સહિત 2.07 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

કચ્છ : નખત્રાણા તાલુકાના વિગોડી ગામે બાબુ લધા સાંખલાના કબજાની વાડીમાં ધાણીપાસા વડે જુગાર રમાતો હતો. જેની બાતમીને આધારે નખત્રાણા પોલીસે રેડ (Raid) કરી હતી. શ્રાવણ પૂર્વે જ કચ્છમાં જાણે જુગારધામો ધમધમતા થઈ ગયા હોય તેમ પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી જુગારીઓ (gamblers)ના અડ્ડા પર રેડ (Raid) કરી રહી છે. તેવામાં પોલીસે કરેલી રેડ (Raid)માં નખત્રાણા તાલુકા પંચાયતની મથલ સીટના કોંગ્રેસના સદસ્ય સહિતના 15 શખ્સો ઝડપાયા હતા.

આ પણ વાંચો : પશ્ચિમ કચ્છ LCBએ સમાઘોઘા ખાતેથી 5 જુગારીઓને ઝડપ્યા

પોલીસે કુલ રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

નખત્રાણા પોલીસે PI બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોડી રાતે રેડ (Raid) કરી હતી. જેમાં આ શખ્સોના કબજામાંથી રોકડ રૂપિયા 1,70,000 તેમજ 17,000ના 11 નંગ મોબાઈલ, 20,000ની બાઈક મળીને કુલ 2,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : કચ્છ LCB નો દરોડો, 17 જુગારી ઝડપાયા

તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી નખત્રાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.