કચ્છ રાપર તાલુકાના ચિત્રોડ પાસે વાડીમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી આડેસર પોલીસે મોડી રાત્રે 20.04 લાખની કિંમતના દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે જુદી જુદી બ્રાન્ડની 20,040 બોટલો કબજે કરી હતી. આડેસર પોલીસ (liquor quantity seized in Rapar) સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (Liquor underground tank in Rapar)
ટાંકામાં 20,04,000નો દારૂ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે આડેસર પોલીસે ચિત્રોડની સીમમાં ખટલાવાંઢની બાજુમાં આવેલી રમણીક વીરુભાઈ ભંગેરિયાની વાડીમાં દરોડા પાડયા હતા. વાડીમાં બનાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં તપાસ કરાતાં તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન વ્હિસ્કીની 11,520 બોટલો કિંમત 11,52,000, ગ્રેન્ડુર વ્હિસ્કીના 4,560 નંગ ક્વાર્ટરિયા કિંમત 45,600, પ્રીમિયર બિયરના 3,960 નંગ ટીન કિંમત 39,600 સહિત 20,040 નંગ બોટલો કુલ કિંમત 20,04,000 રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. (Chitrod wadi liquor quantity seized)
પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ આ મામલે પોલીસે ફરાર વાડી માલિક આરોપી રમણીક ભંગોરિયા અને મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવણ કોળી સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ કાંડ બાદ પણ દારૂ હજી ગુજરાતમાં બેફામ વેચાઈ રહ્યો છે. પણ સવાલ એ થાય છે કે, દારૂ લગભગ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવે છે. ત્યારે દારૂ મૂળ સ્થળે પહોંચતા શું ક્યાંય પોલીસ નાકા નથી આવતા અથવા આવે છે તો શું બહારના રાજ્યોમાંથી આવતી ગાડીઓને ચેક કરવામાં નથી આવતી. (Liquor case in Rapar)