ભુજ: લોકડાઉનને પગલે સુમસામ ફાસતા ભૂજના અનેક વિસ્તારોમાં અચાનક ‘સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તા હમારા... હમ હોંગે કામયાબ...’ સુરાવલી શરૂ થઈ હતી.
દેશભક્તિ ગીતોની સૂરાવલિઓ સાંભળીને આસપાસના ફ્લેટની બારીઓ ખુલવા માંડી હતી. લોકોએ જોયું તો પોલીસ બેન્ડ દેશભકિતના ગીતો સાથે લોકોને ખુશ કરી રહી હતી. લોકેએ પણ પોલીસના આ પ્રયાસને તાળીઓ પાડીને આવકારી લીધા હતા.
કચ્છમાં લોકડાઉનના દિવસથી પોલીસે ખરેખર પ્રજાના મિત્ર તરીકે સાર્થક થઈ રહી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ જે-તે સોસાયટીમાં જઈને લૉક ડાઉનમાં સહકાર આપવા જનતાનો આભાર મનાયો હતો. ત્યારબાદ સૌ ે શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટેંન્સિંગ જાળવવા, ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરાયો હતો.
વૃધ્ધોની મદદ, લોકજડાઉનના કડક અમલ, જવાનોની દેખરેખ સંપુર્ણ રીતે અસરકારક કામગીરી સાથે નિખાલસ સ્વભાવ સાથે ભૂજ એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે પોલીસ બેન્ડ દૈનિક રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘુમીને સૂરાવલિ સાથે લોકોને સંદેશ આપશે.
થોડા દિવસ પહેલા વોટ્સએપ ઉપર સ્પેન પોલીસનો એક વિડિઓ વાયરલ થયો હતો. જેમાં પોલીસ સાયરન વગાડતી આવે છે. અને પછી ગલીમાં ઉભી રહીને સંગીતના તાલે લોકોનું મનોરંજન કરે છે. આ રીતે જ જાણે કચ્છ પોલીસે પણ હવે નવી તરકીબો અજમાવવાનું શરૂ કર્યુ છે. ખાસ કરીને લોકડાઉનનો અમલ અને મિત્ર તરીકે સાથ આપવાનો અભિગમ પર ભૂજ એસપી દ્વારા વધારે ભાર મુકાઈ રહયો છે.