ETV Bharat / state

ભુજની મસ્જિદમાં મધરાત્રે અસ્થિર યુવાને અઝાન પોકારી, પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ

author img

By

Published : May 8, 2020, 11:58 PM IST

Updated : May 9, 2020, 9:58 AM IST

ભુજમાં કોડકી રોડ પર આવેલી બકાલી કોલોનીની મસ્જિદે માનસિક રીતે અસ્થિર શખ્સે ઈમામે રબ્બાનીમાં મધરાત્રે ઘુસી જઈને એક યુવકે અઝાન પોકારી ભાષણ આપતાં તે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ભુજની મસ્જિદમાં મધરાત્રે અસ્થિર યુવાને અઝાન પોકારી, પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ
ભુજની મસ્જિદમાં મધરાત્રે અસ્થિર યુવાને અઝાન પોકારી, પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ

ભૂજઃ ભુજમાં કોડકી રોડ પર આવેલી બકાલી કોલોનીની મસ્જિદે માનસિક રીતે અસ્થિર શખ્સે ઈમામે રબ્બાનીમાં મધરાત્રે ઘુસી જઈને એક યુવકે અઝાન પોકારી ભાષણ આપતાં તે યુવકની ધરપકડ કરવામાં આવી છે. જોકે કોરોના લોકડાઉન વચ્ચે મસ્જિદ નજીક પોઈન્ટ પર રાત્રિ ફરજમાં રહેલી પોલીસને આ બાબત ધ્યાને આવી જતા તત્કાલ પગલા લેવાયા હતા. અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈને બંદોબસ્ત ગોઠવવા સાથે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.

સત્તાવાર વિગતો મુજબ, મસ્જિદમાં એક અસ્થિર મગજનો સંજોગનગરનો રહેવાસી યુવાને મોડી રાત્રે 2.20 વાગ્યે ઘુસી ગયો હતો. મસ્જિદના માઈક પરથી અજાન પોકારી હતી. આ ઘટનાને પગલે પાસમાં જ રહેલા પોલીસ બંદોબસ્તના જવાનોએ અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે, ત્યાં સુધી આરોપી ફરાર થઈ ગયો હતો. આ સ્થિતિને પગલે પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ભુજ A-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એચ બારીયાએ આરોપી સામે ઈપીકોની કલમ 153, 153(ક) ,(ખ), 188 504, 269, 270 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 54 તથા એપેડેમિક ડિસીજ એકટની કલમ 3 મુજબ ગુનો નોધ્યો હતો. પોલીસે ફરિયાદની વિગતો મુજબ આરોપીએ મસ્જિદમાં ઘુસી જઈ અજાનના સમય વગર અજાન પોકારી હતી. તેમજ કોમી વિખવાદ ફેલાય તથા કોરોના વાઈરસનો લોકોમાં ચેપ ફેલાય તેવુ્ જાણતો હોવા છતાં આ કૃત્ય આયર્યુ ંહતું.

આ દરમિયાન મુસ્લિમ સમાજના અગ્રણી હજુ જુમા રાયમાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, 'એક બેવકુફ શખ્સનું આ કૃત્ય શૈતાની કૃત્ય છે. આ શબ્દો સાથે સમાજ સાથે કોઈ લેવાદેવા નથી.' જોકે આ બાબત સામે આવતા જ સ્થાનિકો આ યુવાનને રોકી લીધો હતો. દરેક મસ્જિક સંચાલકોને વિંનંતી કરાઈ છે કે, રાત્રિના સમયે મસ્જિદને લોક કર ે અને લાઉડ સ્પીકર વ્યવસ્થાને પણ લોક કરે. વ્યક્તિગત રીતે હાજી જુમા રાયમાએ દિલગીર વ્યક્ત કરવા સાથે ઉમેર્યું હતું કે, હિન્દુનો હ અને મુસ્લિમનો મ એમ હમ બનીને આ અસામાજિક તત્વોને જાકારો આપીએ તેવી અનુરોધ કર્યો હતો.

Last Updated : May 9, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.