ETV Bharat / state

ભૂજના દેશલસર તળાવમાં ફરી ઉગી ઝેરી વનસ્પતિ જળકુંભી, આ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિપક્ષે કર્યો કટાક્ષ - ગુજરાત પ્રવાસન નિગમ

એક તરફ કચ્છમાં થતા રણોત્સવ, કચ્છની સંસ્કૃતિ, કચ્છના પ્રવાસન સ્થળને જોવા દૂરદૂરથી પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ બીજી તરફ ભૂજમાં આવેલા પ્રાચીન દેશલસર તળાવની (Deshalsar Lake) સ્થિતિ એવી છે કે, અહીં દર વર્ષે ઝેરી વનસ્પતિ જળકુંભી ઉગી નીકળે છે. ભૂજમાં વર્ષોથી અણમાનીતા રહેલા અને જળકુંભી વેલ અને ગટરના પાણીથી ખદબદતા શહેરના દેશલસર તળાવમાં (Deshalsar Lake) જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ તળાવની હંમેશા ઉપેક્ષા થતી હોય છે. આ તળાવમાંથી જળકુંભી કાઢવા માટે કામ શરૂ કરાયું હતું. જોકે, આ કામ ફરી બંધ થતા સમગ્ર તળાવમાં ઝેરી વનસ્પતિ જળકુંભીનો (Poisonous plant Jalkumbhi) પેસારો થઈ ગયો છે.

ભૂજના દેશલસર તળાવમાં ફરી ઉગી ઝેરી વનસ્પતિ જળકુંભી, આ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિપક્ષે કર્યો કટાક્ષ

author img

By

Published : Nov 18, 2021, 2:03 PM IST

Updated : Nov 22, 2021, 7:45 PM IST

  • ભૂજના દેશલસર તળાવમાં (Deshalsar Lake) જળકુંભીનો અડીંગો
  • સમગ્ર તળાવમાં પ્રસરી ગઈ ઝેરી વનસ્પતિ જળકુંભી (Poisonous plant Jalkumbhi)
  • દેશલસર તળાવને (Deshalsar Lake) પ્રવાસન સ્થળ (Tourism Place) જાહેર કરવા વિપક્ષનો કટાક્ષ

કચ્છઃ ભૂજ નગરપાલિકા (Bhuj Municipality) દ્વારા દેશલસર તળાવ ખાતે (Deshalsar Lake) જળકુંભી કાઢવા મશીનરી ગોઠવીને કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી તળાવમાં ઝેરી વનસ્પતિ (Poisonous plant Jalkumbhi) ફેલાઈ ગઈ છે. અનેક વખત આ ઝેરી વનસ્પતિ દૂર કરવા લાખો રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ દેશલસર તળાવમાંથી (Deshalsar Lake) જળકુંભી નીકળતી જ નથી. આ અગાઉ પણ 8 લાખ રૂપિયાના ટેન્ડર મારફતે આ તળાવમાંથી જળકુંભી જડમૂળથી દૂર કરવાનું કાર્ય હાથ ધરાયું હતું, પરંતુ ફરીથી જળકુંભી સમગ્ર તળાવમાં ફેલાઈ ગઈ હતી.

ભૂજના દેશલસર તળાવમાં ફરી ઉગી ઝેરી વનસ્પતિ જળકુંભી, આ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિપક્ષે કર્યો કટાક્ષ

નગરપાલિકાએ તળાવના બ્યૂટિફિકેશનનું કામ એક સંસ્થાને સોંપ્યું હતું

આ તળાવમાંથી જળકુંભી દૂર કરવા એન્વાયર્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા સંસ્થા (Environmentalist Foundation of India) દ્વારા 2 ઓક્ટોબરથી સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આગામી છએક મહિનામાં તળાવને સ્વચ્છ બનાવશે. તેવું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું હતું. ભૂજ નગરપાલિકા (Bhuj Municipality) દ્વારા ઉપરોકત સંસ્થાને દેશલસર તળાવની સફાઇનું કામ સોંપાયું હતું.

આગામી 6 માસમાં તળાવ સ્વચ્છ બનાવી નાખશે તેવી આશા વ્યકત થઈ

અગાઉ આ સંસ્થા દ્વારા તળાવની સફાઇ તેમ જ ગટરના પાણી આવતા અટકાવવા સહિતની કામગીરી નિ:શુલ્ક કરી આપવા ભુજ નગરપાલિકાને (Bhuj Municipality) દરખાસ્ત મોકલી હતી, પરંતુ યેનકેન કારણોસર તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહતી આવી. અત્યારે આ બાબતે ભૂજ નગરપાલિકાના (Bhuj Municipality) પ્રમુખ ઘનશ્યામ ઠકકર દ્વારા ઉપરોકત સંસ્થાનો સંપર્ક સાધતાં સંસ્થાના અગ્રણીઓએ ભૂજ આવી આ કામ કરવાની ઈચ્છા દર્શાવતાં નગરપાલિકા દ્વારા તેમને NOC અપાતાં 2 ઓક્ટોબરથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમ જ આગામી 6 માસમાં તળાવ સ્વચ્છ બનાવી નાખશે. તેવી આશા વ્યકત થઈ હતી.

આ તળાવને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું જોઈએ: વિપક્ષી નેતા

ભૂજ નગરપાલિકાના (Bhuj Municipality) વિપક્ષી નેતા કાસમ સમાએ આ તળાવમાં ફેલાયેલા જળકુંભીના સામ્રાજ્ય પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ખરેખર ગુજરાત પ્રવાસન નિગમે (Gujarat Tourism Corporation) આ સ્થળને પ્રવાસન સ્થળ (Tourist destination) તરીકે જાહેર કરવું જોઈએ, જેથી પ્રજા જોવા આવે કે ગટરના પાણીમાં જળકુંભી કેવી રીતે ઉગી છે. આ ઉપરાંત વિપક્ષના નગરસેવકોની અનેકવાર રજૂઆતો કરતા પછી આ કામ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. દેશલસર તળાવમાં (Deshalsar Lake)જળકુંભી જડમુળથી દૂર કરવા માટે 8 લાખનું ટેન્ડર ભરવામાં આવ્યું હતું જેમાં 50 ટકા ટેન્ડરની રકમ ચૂકવવામાં આવી છે છતાં પણ પહેલે જે પરિસ્થિતિ હતી એની એ જ છે.

ટૂંક સમયમાં NGO આ તળાવની કાયાપલટ કરશેઃ ભૂજ નગરપાલિકા પ્રમુખ

આ અંગે ભૂજ નગરપાલિકાના (Bhuj Municipality) પ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આ તળાવમાં બ્યૂટિફિકેશન (Lake Beautification) માટે એક NGOને પસંદ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે અને જે NGO સંસ્થાને પસંદ કરવામાં આવી છે. તેણે સમગ્ર ભારતમાં 32 જેટલા આવા તળાવોનું બ્યૂટિફિકેશનનું (Lake Beautification) કામ કર્યું છે. તળાવમાંથી જળકુંભી દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંની લોકલ મશીનરી અને મજૂરોએ સંસ્થાને પોષાય એમ ન હતા સંસ્થાએ નવું મશીન ખરીદ્યું હતું, પરંતુ મશીનરીના ઈન્સ્ટોલેશન તથા મેન્યુફેક્ચરિંગમાં ખામીના કારણે આ મશીનરી પરત મોકલવામાં આવી હતી. તેની જગ્યાએ નવું મશીન ભૂજ આવી પહોંચ્યું છે અને ટૂંક સમયમાં આ સંસ્થા દ્વારા નગરપાલિકા પર 1 પણ રૂપિયાનો ખર્ચ નાખ્યા વગર તળાવનું બ્યૂટિફિકેશન કરાશે.

આ પણ વાંચોઃ

Last Updated : Nov 22, 2021, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.