કચ્છ આગામી 28મી ઓગસ્ટના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનના (Pm Modi road show) લોકાર્પણ ઉપરાંત અનેક વિકાસકામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. જેથી કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો છે. કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં વિશાળ જાહેર સભાના માધ્યમથી વડાપ્રધાન મોદી કચ્છ અને ગુજરાતની જનતાને સંબોધન કરશે. જેના માટે વિશાળ ડોમ (PM Modi programme in kutch) ઊભો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આજે ભુજમાં કચ્છના સાત શહેરો અને 10 તાલુકા મળી તમામ 17 મંડળના ઈન્ચાર્જ, મંત્રી, મહામંત્રીઓ સહિતના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુ પટેલ, કચ્છ પ્રભારી (Pm Modi road show in kutch) કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ એકજુટ થઈને આ કાર્યક્રમની સફળતા માટે આયોજન કરવામાં વ્યસ્ત છે. સતાં પક્ષના તમામ કાર્યકર્તાઓ બેઠકો યોજીને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. વહીવટી તંત્ર સાથે ભાજપ સંગઠને પણ મહત્તમ લોકો એકત્ર થાય તે માટે આયોજન કર્યું છે. મોટા ગામોમાં બુથદીઠ 100 માણસો એકઠા કરી સભામાં લઈ આવવા આયોજન કરાયું છે. તે માટે બુથદીઠ 10 વ્યક્તિની સમિતિઓ બનાવાઈ છે. કચ્છમાં કુલ 1854 બુથ છે. જેમને જિલ્લા પ્રમુખ કેશુ પટેલ સહિતના આગેવાનો માર્ગદર્શન આપી રહ્યા છે.
વડાપ્રધાનને આવકારવા આતુર કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી અનેક વખત કચ્છ આવી ચૂક્યા હતા. દેશના વડાપ્રધાન બન્યા પછી 8 વર્ષના શાસનમાં સાતમી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કુલ 94મી વખત કચ્છની (Assembly Election 2022) મુલાકાતે આવશે. જે સમગ્ર કચ્છીઓ માટે ખુબ ગૌરવની બાબત છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આતુર છે. તેમજ શ્રાવણ માસમાં જેમ મેળાઓ જામે છે તેવી જ રીતે લોકોમેળાની જેમ એકઠા થશે.
આ પણ વાંચો 2થી 4 લાખ લિટર દુધ વિસ્તરણ થઈ શકે તેવા ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ
શહેરમાં યોજાશે રોડ શો મળતી માહિતી મુજબ ભુજમાં વડાપ્રધાનના રોડ શો માટે મુખ્યત્વે ભુજ શહેર અને તાલુકા મંડલને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજીત પોણા ત્રણ કિલોમીટર લાંબા રોડ શોને અલગ અલગ 14 ક્લસ્ટરમાં વહેંચીને પ્રત્યેક ક્લસ્ટર દીઠ કાર્યકરોની સંખ્યા અને વ્યવસ્થા માટે જુદી જુદી ટીમોને વ્યવસ્થા સોંપવામાં આવી છે.
વિકાસકામોનું કરશે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કર્યા બાદ તેઓ કચ્છ યુનિવર્સિટીના સભા સ્થળે જશે. અહીંથી નર્મદાના પાણીનો મોડકુબા સુધી પ્રસ્થાન કરી કચ્છની નર્મદા યોજના સિંચાઈના પાણીની મહત્વાકાંક્ષી યોજનાનો પણ પ્રારંભ કરાવશે. તો અંજારમાં વર્ષ 2001માં ભૂકંપમાં ખત્રી ચોકમાં પ્રજાસત્તાક દિવસની રેલી દરમિયાન 185 વિદ્યાર્થીઓ, 21 શિક્ષકો, બે પોલીસ જવાન અને ક્લાર્ક સહિતના લોકો કાટમાળ નીચે દબાઈ જઈ મૃત્યુ પામ્યા હતા. તેમની યાદમાં નિર્માણ પામેલા વીર બાળભૂમિ સ્મારક તેમજ ચાંદરાણી પાસે સરહદ ડેરી દ્વારા નિર્માણ પામેલા 200 કરોડના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.
આ પણ વાંચો અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આપી પાંચ ગેરંટી
2 લાખથી વધારે લોકો એકત્ર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, માંડવી તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીના પાછળના ભાગે એક વિશાળ જનમેદની સમાઈ શકે તે માટે ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. આવનારા તમામ નાગરિકો માટે ખુરશીની બેઠકનું આયોજન પણ કરવામાં આવશે તેમજ ગામેગામ ST બસો મોકલવામાં આવશે. Pm Modi road show in kutch august 2022, Gujarat assembly election 2022, PM Modi programme in kutch, PM Modi meeting in Kutch, PM Modi visits Gujarat, PM Modi visits Kutch