- એંકરવાલા અહિંસાધામનો પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ
- 600 એકર જમીનમાંથી 225 એકર જમીન પર થશે વૃક્ષોનો ઉછેર
- પક્ષીઓને ખોરાક મળી રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યાં છે
મૂંગા જીવોની અનન્ય સેવા કરતું મુન્દ્રા ખાતે આવેલ જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા એંકરવાલા અહિંસાધામ કે જે છેલ્લા 30 વર્ષથી પશુ રક્ષાનું કાર્ય કરે છે અને અહીં 22000 ચોરસફૂટના મોટા બે પશુ icu પણ આવેલા છે જેમાં 30 વર્ષથી કચ્છ જિલ્લાના 952 ગામમાંથી હજારો પશુ સારવાર માટે અહીં આવી ચૂક્યા છે. સંસ્થાએ કુલ 600 એકર જમીનમાંથી 225 એકર જમીન પર પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે.પર્યાવરણ રક્ષા અને જીવદયાના કાર્યમાં લોકો જોડાય એ માટે લોકોના સાથ-સહકાર માટે અપીલ કરવામાં આવી હતી.
પર્યાવરણના જતન માટે આ અભયારણ્યની આસપાસ ઉદ્યોગના ખડકવા કરાઈ અપીલ
સંસ્થાએ જે 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે તેમાંથી 45000 જેટલા વૃક્ષોનો ઉછેર અત્યારે ચાલુ છે જ્યારે 35 એકર જમીનમાં વિશાળ નંદી સરોવર પણ બનાવવામાં આવેલ છે અહીં વર્ષમાં migrate થતા પક્ષીઓ ઉતરે છે..નંદી સરોવરની આજુબાજુ 5 થી 10 કિલોમીટરમાં કોઈ ઉદ્યોગ કે પર્યાવરણને નુકસાન કરતી કોઈ વ્યવસ્થા ન થાય એ માટે લોકજાગૃતિ પણ કેળવાય એ આ સંસ્થાનો ઉદેશ્ય છે.
આગામી સમયમાં 225 એકરમાં લાખો વૃક્ષો વાવવામાં આવશે
અહીં જે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે જેમાં લાખો પક્ષીઓ આવશે અને પક્ષીઓ માટેનું અભ્યારણ થઈ જશે અને પર્યાવરણનું પણ સારું એવું જ જતન થશે. અહીં અલગ-અલગ જાતના વૃક્ષો વાવવામાં આવેલા છે તેમ જ 225 એકરમાં હજુ પણ લાખો વૃક્ષો વાવવામાં આવશે. તો પક્ષીઓ માટે તેને ખોરાક મળી રહે તેવા રાયણ, વડ, લિયાર જેવા ફળવાળા વૃક્ષોનો ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે.
પર્યાવરણને નુકસાન ન થાય તે અર્થે પ્રજા અને સરકારને કરાઈ અપીલ
500 એકરમાં 5 લાખ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણી અને લોકોમાં જાગૃતતા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં લાખો પક્ષીઓનું નિવાસસ્થાન થશે. આ અભ્યારણના 2 થી5 કિલોમીટર સુધીમાં કોઈ ઉદ્યોગો કે કંપનીને મંજૂરી આપવામાં ન આવે જેથી પર્યાવરણને નુકશાન ન થાય અને એ માટે લોકોને અપીલ કરાઈ છે તેમજ સરકારને પણ વિનંતી કરાઈ છે.
આ પણ વાંચોઃ જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ