ETV Bharat / state

નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો - Eco Friendly Ganesha Idol

કચ્છમાં મનોદિવ્યાંગ લોકો નાળિયેરના રેસામાંથી તેમજ માટીમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે. મનોદિવ્યાંગ લોકો નાળિયેરના રેસાની મૂર્તિ બનાવીને રોજગારી મેળવી રહ્યા છે. Coconut fibers idol Ganesh Chaturthi 2022 in Kutch, happy ganesh chaturthi 2022, Ganesha idol Madel by physically disabled in Kutch

નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો

author img

By

Published : Aug 31, 2022, 11:51 AM IST

કચ્છ શ્રાવણ માસ પૂર્ણ થતા એની સાથે જ ગણપતિ ઉત્સવની (Ganapati Utsav 2022) તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ગણેશજીની મૂર્તિ બનાવતા શ્રમજીવીઓ છેક કોલકત્તા, દિલ્હી,મહારાષ્ટ્ર, અમદાવાદથી ગણપતિજીની વિવિધ નાની મોટી મૂર્તિઓ કચ્છમાં લાવી અને વેપાર કરી રહ્યા છે. તો કચ્છના રાપર ખાતે આવેલી એક સામાજિક સંસ્થા વર્ષોથી દિવ્યાંગ લોકોના સેવા કાર્યમાં જોડાયેલી છે અને આ સંસ્થા ખાતે શારીરિક તેમજ મનોદિવ્યાંગ લોકો નાળિયેરના રેસામાંથી તેમજ માટીમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ (Ganpati idol 2022) બનાવે છે.

દિવ્યાંગ લોકો આખું વર્ષ ગણેશજીની નારિયેળના રેસામાંથી મૂર્તિ બનાવી મેળવે છે રોજગારી

નાળિયેરના રેસાની અને માટીની મૂર્તિ ભુજના સંતોષી માતાના મંદિરથી આગળ જતા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી આયોજિત રાપરના ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી (Eco Friendly Ganesha Idol) ગણેશજીની મૂર્તિનો સ્ટોલ સંગઠનના શૈલેષ કોઠારીના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે. માનસિક તેમજ શારીરિક વિકલાંગો દ્વારા તૈયાર થયેલી માટીની તેમજ નાળિયેરના રેસાની મૂર્તિ (Ganesha idol made coconut fiber) આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા બે દાયકાથી આ સંસ્થા દિવ્યાંગ લોકોની સેવા સાથે સંકળાયેલી છે. નિરાધાર દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો (Ganesha idol Madel by physically disabled in Kutch) તેમ જ યુવાનોને પગભર કરવાની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ગણપતિ બાપ્પાને ખૂબ જ પસંદ આવશે બોટલ ગાર્ડ મોદક, જાણો રેસીપી...

વેચાણ માટે મૂકવામાં આવે છે મૂર્તિઓ ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા વર્ષ 2012માં દિવ્યાંગ લોકોને (Coconut fibers idol Ganapati) નાળિયેરના રેસામાંથી મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 17 જેટલા લોકોએ આ ટ્રેનિંગ મેળવી સુકા નાળિયેરના રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન અહીંના શારીરિક તેમજ માનસિક દિવ્યાંગ લોકો આ મૂર્તિઓ બનાવે છે અને વર્ષભરમાં તૈયાર થયેલ મૂર્તિઓને કચ્છના વિવિધ શહેરોમાં વેંચાણ માટે મૂકવામાં (Ganesh Festival 2022 in Kutch) આવે છે. રોટરી સંસ્થાના સહકારથી ભુજ, માંડવી, ભચાઉ, રાપર સહિત અનેક શહેરોમાં જાહેર સ્થળો પર સ્ટોલ ઉભા કરી આ મૂર્તિઓનું વેચાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો પંચવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા લોકોને કરી રહી છે આકર્ષિત

સારા પ્રમાણમાં ઘરાકી સ્ટોલ પરના સેલ્સમેન ગણપત પુરોહિતે જણાવ્યું હતું કે, દોઢેક ફૂટની નાળિયેરના રેશાની મૂર્તિ 600 રૂપિયામાં વેચે છે. જ્યારે માટીની અડધાથી અઢી ફૂટની મૂર્તિઓ 400થી લઈ 5,000 સુધીમાં વેચાણ કરી રહ્યા છે અને વિકલાંગ કારીગરોને રોજગારી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ નાળિયેરના રેસામાંથી તેમજ માટીમાંથી બનાવેલા ગણપતિની મૂર્તિઓને સ્ટોલ શરૂ કર્યો છે. અત્યાર સારી ઘરાકી જોવા મળી મળી છે. Ganesha idol Made by physically disabled in Kutch, Coconut fibers idol Ganesh Chaturthi 2022 in Kutch, happy ganesh chaturthi 2022

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.