કચ્છ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા Email/Id Collector-Kut@gujarat.gov.in પર કોઇ કંપની આવશ્યક ઉત્પાદનો આપવા ફાર્માસ્યુટીકલ યુનિટો અને આવશ્યક ચીજવસ્તુઓ સબંધિત ઉત્પાદનોના ખાનગી કે ઔધોગિક એકમો ચાલુ રાખવાનું ચેકલીસ્ટ ભરી અરજીની ભલામણ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવે છે. મળેલ અરજીને ધારાધોરણ મુજબ ચકાસી ચાલુ રાખવા પાત્ર એકમો, ભારે વાહનો અને વ્યકિતઓ અવરજવરની પરવાનગી આપવામાં આવે છે. જેમાં તા.17 એપ્રિલ સુધીમાં આ માટે કુલ 953 અરજી મળી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 440 ઔધોગિક એકમોને મંજુરી મળેલ હતી. તેમજ 485ને નામંજુર કરાયેલ છે.
અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. સબંધિત ઔધોગિક કે ખાનગી એકમોમાં લોક-ઈનમાં કામ કરતાં ન્યુનતમ કર્મચારીઓ માટે પરવાનગી માટે સબંધિત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવેલ છે. આ અરજીઓના અનુસંધાને કોઇ મુશ્કેલી કે માહિતી માટે સબંધિત પ્રાંત અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે. જેમાં પ્રક્રિયા અંગેની કોઇ પૃચ્છા પ્રશ્ન કે અરજી અર્થે જરૂર પડે 9978405275 નંબર પર સંપર્ક કરી શકાશે.