- માંડવીના વોર્ડ નંબર 5ના લોકોને રસ્તા અને રોડ લાઈટની સમસ્યા
- આ વિસ્તારમાં BSFની મરીન બટાલિયન પણ તૈનાત
- માછીમારોને રાત્રીના સમયે રોડ લાઈટના અભાવે જીવજંતુથી જોખમ
કચ્છ: માંડવી નગરપાલિકા (Mandvi Municipality) ના વોર્ડ નંબર 5 કે જ્યાં મોટા ભાગે વાઘેર સમાજ, મધરા સમાજ અને ખારવા સમાજના લોકો અહીં વર્ષોથી રહે છે તથા BSFની મરીન બટાલિયન (Marine Battalion) પણ અહીં ફરજ બજાવી રહી છે. આ વિસ્તારમાં ખારવા સમાજનું મુક્તિધામ પણ આવેલું છે. સ્થાનિક લોકોને રસ્તા અંગેની તકલીફ છેલ્લા કેટલાક સમયથી સતાવી રહી છે. અહીં કાચો રસ્તો આવેલો છે પણ અહીંના સ્થાનિક લોકો દ્વારા પાકો રસ્તો બનાવવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોરબી માળીયા હાઈવેથી ગાળા ગામ સુધી જવાનો રોડ 8 દિવસમાં તૂટ્યો
છેલ્લાં 8થી 10 મહિનાથી સમસ્યાથી પરેશાન
વોર્ડ નંબર 5માં રહેતા લોકો વ્યવસાયની રીતે માછીમારી (Fishing) સાથે સંકળાયેલા છે અને માછીમારી (Fishing) કરવા માટે દરિયામાં જવું હોય ત્યારે એક માત્ર રસ્તો આ જ છે. પરંતુ આ રસ્તાની હાલત ખરાબ હોતા સ્થાનિક લોકો દ્વારા અવારનવાર લેખિત તથા મૌખિક રીતે આ રસ્તાને પાકો બનાવવા માટે નગરપાલિકા (Municipality) માં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ છેલ્લા 8 થી 10 મહિનાથી પાકો રસ્તો બનાવવા માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
માછીમારોને રાત્રીના સમયે રોડ લાઈટના અભાવે જીવજંતુથી જોખમ
સ્થાનિક લોકોને પગે આવવા જવામાં ઉપરાંત વાહનથી અવરજવર તથા ધંધાકીય રીતે કે રોજગાર હેતુસર જતી વખતે મુશ્કેલી થાય છે. ઉપરાંત માછીમારોને પોતાની બોટ પાર્ક કરવા માટે પણ આ એક જ રસ્તો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કોઈ રોડ લાઈટની પણ વ્યવસ્થા નથી તો ક્યારેક માછીમારો રાતના 3-4 વાગે માછીમારી (Fishing) કરીને પાછા ફરતા હોય છે ત્યારે ખૂબ તકલીફ પડે છે અને દરિયાઈ વિસ્તાર હોવાથી જીવજંતુનો જોખમ પણ રહેતો હોય છે.
આ પણ વાંચો: ગાંધીનગરના રાંધેજામાં Electricity Problem: 4 મહિનાથી 20 સોસાયટીઓમાં રોજ લાઈટ જતી રહે છે
તાત્કાલિક ધોરણે રોડ લાઈટ અને રસ્તાની કામગીરી હાથ ધરવા માંગણી કરાઈ
સ્થાનિક લોકોની માંગણી એ છે કે, અહીં વીજ કનેક્શન અને થાંભલાઓ તો છે પરંતુ તાત્કાલિક ધોરણે માછીમારો અને અહીંના સ્થાનિક લોકો માટે માંડવી નગરપાલિકા દ્વારા રોડ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. ઉપરાંત આ વિસ્તારમાં BSFની મરીન બટાલિયન (Marine Battalion) ની ચેકપોસ્ટ પણ આવેલી છે. જેથી તેઓ પણ આ રસ્તાનો વાહનવ્યવહાર તરીકે ઉપયોગ કરતા હોય છે. તેમને પણ આ કાચા રસ્તાથી મુશ્કેલી થતી હોય છે. જેથી અહીં પાકો રોડ બનાવવામાં આવે તેવી માગ પણ ઊભી થઈ છે.
જાણો શું કહ્યું સ્થાનિકે ?
આ રસ્તો કાચો છે અને પાછી વરસાદની સિઝન છે માટે હજી પણ રસ્તાની હાલત ખુબ ખરાબ થઈ શકે છે માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીં પાકો રોડ બનાવવામાં આવે અને રોડ લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવે. અહીં અમે મોટા ભાગના માછીમારો છીએ અને અમે ક્યારેક મોડી રાત્રે 3-4 વાગે માછીમારી (Fishing) કરીને પાછા ફરતા હોઈએ તો એક તો આ કાચો રસ્તો અને ઉપરથી આ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નથી જેથી મુશ્કેલી ઊભી થાય છે.