ETV Bharat / state

કચ્છમાં સાતમ આઠમનો મેળો તો રદ્દ, પણ પ્રવાસીઓનો મેળો ઉમટી પડ્યો

કોરોના કાળમાં દોઢેક વર્ષથી લોકો ઘરમાં પુરાયેલા હતા અને હવે કોરોનાની મહામારીએ સહેજ ઢીલ દેતાં જ ગુજરાતભરના ફરવાના શોખીનો 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એમ સાતમ આઠમની રજાઓ માણવા મોટી સંખ્યામાં કચ્છ જિલ્લાના પ્રવાસે ઉમટી પડ્યા છે.

કચ્છમાં સાતમ આઠમનો મેળો તો રદ્દ, પણ પ્રવાસીઓનો મેળો ઉમટી પડ્યો
કચ્છમાં સાતમ આઠમનો મેળો તો રદ્દ, પણ પ્રવાસીઓનો મેળો ઉમટી પડ્યો
author img

By

Published : Aug 30, 2021, 5:48 PM IST

  • સાતમ આઠમની રજાઓ માણવા પ્રવાસીઓ ઉમટ્યા
  • દોઢેક વર્ષના કોરોનાકાળ બાદ લોકો આનંદ માણવા ફરવા નીકળ્યા
  • કચ્છના વિવિધ મંદિરો અને જોવાલાયક સ્થળો પર ઉમટી માનવ મેદની

કચ્છ : હાલમાં સાતમ આઠમ સહિત સળંગ ત્રણ દિવસની રજા આવતા ગુજરાતભરના પ્રવાસીઓ કચ્છ જિલ્લામાં ફરવા માટે આવ્યા છે. ભુજના આઇના મહલ, પ્રાગ મહલ, સ્વામી નારાયણ મંદિર, મ્યુઝિયમ, નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ વગેરે જેવા સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા ઉમટ્યા છે.

લોકોને આઝાદી મળી હોય તેમ લોકો કચ્છમાં દેવ દર્શન માટે ઉમટયા

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાએ તમામ લોકોને ઘરમાં કેદ કરીને રાખ્યા હતા. ત્યારે હાલમાં કોરોના હળવો થયો છે અને ઉપરથી લોકોને તહેવારોની રજા પણ મળી ગઈ હોવાથી જાણે લોકોને આઝાદી મળી હોય તેમ લોકો કચ્છમાં દેવ દર્શન કરવા માટે પણ ઉમટયા છે. કચ્છમાં સાતમ આઠમના મેળાની ઉજવણી રદ્દ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી કચ્છમાં લોકોનો મેળો જામ્યો છે.

કચ્છમાં સાતમ આઠમનો મેળો તો રદ્દ, પણ પ્રવાસીઓનો મેળો ઉમટી પડ્યો

ફરવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પણ અનિવાર્ય

કોરોના ની બે લહેરો જઈ ચૂકી છે અને સંભવિત ત્રીજી લહેર આગામી સમયમાં આવી શકે છે. ત્યારે પ્રવાસીઓ ફરવા નીકળ્યા છે. ત્યારે ખાસ કરીને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થવું જરૂરી છે અને કેટલાક પ્રવાસીઓ આ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા પણ જોવા મળ્યા હતાં. લોકો ભલેને રજા માણવા ઉમટયા હોત પરંતુ પ્રોટોકોલ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના નિયમોનું પાલન કરવું પણ અનિવાર્ય છે.

અન્ય જિલ્લાઓમાંથી આવેલા વાહનોનો જમાવડો

કચ્છ સિવાયના જિલ્લાઓમાંથી આવેલા વાહનોનો પવિત્ર તીર્થધામે તથા જોવાલાયક સ્થળો ઉપર રીતસરનો જમાવડો જોવા મળ્યો હતો. કચ્છના નારાયણ સરોવર તથા પશ્ચિમી ખૂણે આવેલા અંતિમ શિવાલય એવા કોટેશ્વર મહાદેવ મંદિરે મોટા પ્રમાણમાં લોકો ઉમટયા હતા. આ ઉપરાંત માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

ફોટોગ્રાફી માટે આકર્ષક સ્થળો

આ રજાઓ દરમિયાન ભુજના રાજાશાહી સ્થળો ખુલ્લા છે અને આ સ્થળો પર લોકોને ફોટોગ્રાફી કરવાનો આનંદ પણ આવે છે અને અહીં રાજ્યભરમાં પ્રિય એવા કચ્છી તેમજ ટ્રેડિશનલ પોશાક પણ ભાડે મળતાં હોવાથી ફોટો ક્લિક કરવવા માટે પ્રવાસીઓ તેનો પણ લાભ લઈ રહ્યા છે.

બે વર્ષ બાદ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે નીકળ્યા છીએ: પ્રવાસી

પ્રવાસર્થે આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, બે વર્ષથી બહાર નહોતા નીકળ્યા અને હાલ કોરોના હળવો થયો છે, તો ભુજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા તથા આજુ બાજુના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે નીકળ્યા છીએ અને શિસ્તબદ્ધ રીતે ગાઇડલાઈનનું પાલન કરીને ફરીએ છીએ. અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, રાજકોટથી ભુજ અહીં બે દિવસની રજાઓ છે એટલે ફરવા આવ્યા છીએ. દોઢેક વર્ષથી કોરોનાના કારણે બાળકો સાથે બહાર નતાં જઈ શકતા હવે કોરોના શાંત થયો છે એટલે ફરવા નીકળ્યા છીએ. અને આશા રાખીએ છીએ કે ત્રીજી લહેર ન આવે.

કોરોના હળવો થઇ ગયો છે પરંતુ ગયો નથી : પ્રવાસી

જામનગરથી કચ્છ ખાતે આવેલા પ્રવાસી હિરેન શાહે જણાવ્યું હતું કે, રજાનો માહોલ હોતા અમે અહીં ભુજના આઇના મહેલ જોવા આવ્યા છીએ અને આનંદ થઈ રહ્યો છે. કારણ કે છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાના કારણે ઘરથી બહાર નહોતા નીકળી રહ્યા. અત્યારે ફરવા આવ્યા છીએ, પરંતુ અહીં બહુ ભીડ છે. ત્યારે બધાએ ખાસ સલામતી રાખવી, માસ્ક પહેરવું, વારંવાર હાથ સેનેટાઈઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. અત્યારે કોરોના હળવો થઇ ગયો છે, પરંતુ ગયો નથી અને ત્રીજી લહેર પણ આવી શકે છે. ત્યારે લોકોએ સલામતી રાખીને ફરવા નીકળવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.