ETV Bharat / state

પુરતું પાણી હોવા છતાં અહીંનો લોકો બનેે છે, પાણીની સમસ્યાના ભોગ

કચ્છ: જિલ્લામાં પાણી સમસ્યા વિકરાળ સ્વરૂપ લઈ ચુકી છે, પરંતુ મહત્વનું તો એ છે કે પુરતુ પાણી હોવા છતા લોકો પાણીની સમસ્યા ભોગવે તો તેનું કારણ માત્ર અણઘડ વહીવટ જ કહી શકાય. આ પ્રકારની પરિસ્થિતિ જિલ્લાના પાટનગર ભુજ શહેરની છે.

ભુજમાં લોકો પાણીની સમસ્યાના ભોગ બની રહ્યાં છે
author img

By

Published : May 16, 2019, 8:01 PM IST

ભુજમાં કરોડો રૂપિયાનું પાણી હોવા છતા યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થાના અભાવને કારણે લોકો પાણીની સમસ્યાના ભોગ બની રહ્યાં છે. ભુજમાં રોજ 130થી વધુ ટેન્કર ફેરા મારફતે લોકોને પાણી પહોંચાડવા પાછળ પૈચા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતા પણ કેટલાક વિસ્તારો પાણી વિહોણા રહે છે. આ પરિસ્થિતિ સમગ્ર ભુજ શહેરની છે.

ભુજમાં લોકો પાણીની સમસ્યાના બની રહ્યાં છે ભોગ

કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા ટેન્કરની વ્યવસ્થા ગોઠવી છે. એક તરફ પાલિકા નિયમીત અને પુરતા પાણીના દાવા કરી રહ્યું છે. પરંતુ શહેરના પોશ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયાસ થાય છે, છતા પણ લોકોને પાણી પહોંચતું નથી એ હકીકત છે. લોકો પહેલા પાલિકા પર અને તે ન મળે તો ખાનગી ટેન્કર મંગાવીને પાણી મેળવી રહ્યાં છે. શહેરના મચ્છુનગર સહિતના અનેક વિસ્તારોમાં તો ટેન્કર જ 10 દિવસ બાદ આવે છે. જ્યારે આવે છે ત્યારે પાણી માટેનો સંઘર્ષ જોવા મળે છે.

ભુજ શહેરમાં પાણીની સમસ્યાનો સ્વીકાર પાલિકાના જવાબદારો કરી રહ્યાં છે. જે માટે પાણીના બે બોર બંધ હોવાનું કારણ પણ જણાવાયું છે. તેમ છતાં પાણી પહોંચતું કરવાના પ્રયાસ કરતું હોવાનું જણાવી સત્તાધિશો પાટનગર ટેન્કર ન હોવાનું કહી રહ્યાં છે. નગરપાલિકાના 10 ટેન્કરો રોજના 120થી વધુ ફેરા કરે છે. જ્યારે કેટલાક પ્રાઇવેટ ટેન્કરો ભુજ શહેરમાં ફરી રહ્યાં છે. પૈસા ખર્ચીને તેમજ રજુઆતો કરીને પણ લોકોને પાણી તો મળતું જ નથી. ભુજના અનેક વિસ્તારો એવા છે, જ્યાં પશુઓ અને લોકોની સંખ્યા વિશેષ હોવા છતા દુરદુર સુધી પાણી માટે લોકોને જવું પડે છે. તો જે વિસ્તારોમાં લાઇન છે, ત્યાં પણ અનિયમિત પાણીની ફરીયાદને લઇને લોકો ટેન્કરો દ્વારા પાણી મેળવવા મજબુર બન્યા છે. ત્યારે પાલિકા પાણી વિતરણ વ્યવસ્થાને યોગ્ય બનાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

Intro:કચ્છમાં દુષ્કાળ અને અછતની સ્થિતીમાં સરકારી દાવાઓ ગમે તેવા આંકડા બતાવતા હોય પણ સાચી હકીકત કંઈક જુદી જ છે. તંત્ર પ્રયાસ ચોકકસ કરી રહયું છે પણ પાણી સમસ્યા વિકરાળ સ્વરૂપ લઈ ચુકી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પુરતુ પાણી હોવા છતાં લોકો સમસ્યા ભોગવે તો તેનું માત્ર અણધડ વહીવટ જ કહી શકાય આવી જ સ્થિતી આ જિલ્લાના પાટનગર ભૂજ શહેરની છે.  કરોડો રૂપીયાના ખર્ચે પુરતુ પાણી હોવા  છંતા ભુજમાં યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થાના અભાવે લોકો સમસ્યા ભોગવી રહયા છે.  ભુજમાં રોજ 130થી વધુ ફેરા ટેન્કર દ્વારા કરીને લોકોને પાણી પહોંચાડવા પાછલ સમસ્યા વકરે પણ ચે અને ખર્ચો પણ વધે છે.  તેમ છંતા પણ કેટલાક વિસ્તારો પાણી વિહોણા છે. અને આવી સ્થિતી સમગ્ર ભુજ શહેરની છે. 

Body:કચ્છમાં રાજય  સરકારે દુરદુરના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા ટેન્કરની વ્યવસ્થા ગોઠવી છે.  પરંતું ભૂજમાં  સમસ્યા ગામડાઓ કરતા વધુ વિકટ હોય તેવુ લાગી રહ્યુ છે. એક તરફ પાલિકા નિયમીત અને પુરતા પાણીના દાવા કરી રહ્યુ છે. પરંતુ શહેરના પોષ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું નથી.  ટેન્કર વડે પાણી પહોંચાડવાના પ્રયાસ થાય છે. પણ લોકોને પાણી પહોંચતું નથી. એ હકીકત છે.   લોકો પહેલા પાલિકા અને ન મળે તો ખાનગી ટેન્કર મંગાવી પાણી મેળવી રહ્યા છે. શહેરના મચ્છુનગર સહિતના અનેક વિસ્તારોમા તો ટેન્કર જ 10 દિવસ બાદ આવે છે. અને જ્યારે આવે છે. ત્યારે પાણી માટેનો સંધર્ષ જોઇ શકાય છે. રહેવાસી પશુઓ અને પીવા માટે પાલિકા પાસે પાણીની માંગ કરી રહ્યા છે.  ભુજ શહેરમાં પાણીની સમસ્યાનો સ્વીકાર ખુદ પાલિકાના જવાબદારો કરી રહયા છે. જે માટે પાણીના  બે બોર બંધ હોવાનું કારણ જણાવાઈ રહયું છે. તેમ છતાં પાણી પહોંચતું કરવાના પ્રયાસ હોવાનું જણાવી સતાધિશો પાટનગર ટેન્કર રાજમાં ન હોવાનું કહી રહયા ચે. પરતું હકીકત સામે દેખાઈ રહી છે.  નગરપાલિકાના 10 ટેન્કરો દ્રારા રોજના 120 થી વધુ ફેરા કરવામા આવે છે. જ્યારે એટલાક પ્રાઇવેટ ટેન્કરો ભુજ શહેરમાં ફરી રહ્યા છે.   પૈસા ખર્ચી અને રજુઆતો કરીને પણ લોકોને પાણી તો મળતુ જ નથી. ભુજના અનેક એવા વિસ્તારો છે. જ્યા પશુઓ અને લોકોની સંખ્યા વિશેષ હોવા છંતા દુરદુર સુધી પાણી માટે લોકોને જવુ પડે છે તો જે વિસ્તારોમાં લાઇન છે. ત્યા પણ અનિયમીત પાણીની ફરીયાદને લઇ લોકો ટેન્કરો મારફતે પાણી મેળવવા મજબુર બન્યા છે. ત્યારે પાલિકા પાણી વિતરણ વ્યવસ્થાને યોગ્ય બનાવે તેવી માંગ થઈ રહી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.