- દર્દીઓની નિ:શુલ્ક સેવા કરતી હોસ્પિટલ
- નિરાધાર વૃદ્ધોને આજીવન રાશન પૂરું પાડવામાં આવશે
- ધોતી કુર્તો પહેરીને સારવાર કરતાં ડૉક્ટરની અનોખી મિશાલ
કચ્છ : જિલ્લાના અંજાર તાલુકામાં મુન્દ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવતી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના ડૉ. હિતેશ ઠક્કર (M.S.) ધોતી કુર્તામાં દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. કોઈપણ હોસ્પિટલમાં દર્દીઓ જાય ત્યારે તેમને ડૉક્ટરને સફેદ કોટમાં જોતાં હોય છે, પરંતુ આ ડૉક્ટર ધોતી કુર્તામાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષથી નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ગુરૂવારના રોજ OPD અને દવાઓ છેલ્લા 5 વર્ષોથી નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. ગત 2 વર્ષથી કોઈપણ પ્રકારના વાહન તથા ઘરેલુ અકસ્માતની તમામ સારવાર અને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે.
દવા પીધેલા દર્દીની સારવાર નિ:શુલ્કપણે કરવામાં આવે છે
ફેબ્રુઆરી મહિનામાં ગામના એક વ્યકિતએ આર્થિક તંગીના કારણે દવા પી લીધી હતી, જેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ સારવારનો ખર્ચ 50,000 જેટલો થયો હતો, પરંતુ સારવાર આપ્યા બાદ પણ તે દર્દી જીવી ન શકતા ડૉ. હિતેશ વ્યથિત થયા હતા. સારવાર અર્થે લીધેલી રકમ દર્દીના પરિવારને પરત આપી દીધી હતી. આ સાથે જ દિવસ બાદ જે કોઈ પણ દવા પીધેલા દર્દી આવશે, તેની સારવાર નિ:શુલ્કપણે કરી આપવામાં આવશે તેવું નક્કી કર્યું હતું.
કચ્છના અનેક વિસ્તારોમાંથી નિ:શુલ્ક સારવાર લેવા માટે અહીં લોકો આવતા હોય છે
આ સેવાકિય કાર્યમાં તેમની સાથે તેમના પત્ની યામિની ઠકકર પણ જોડાયા છે. ડૉકટર હિતેશની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણ થતાં માત્ર અંજાર તાલુકાના જ નહીં, પરંતુ કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ગરીબ લોકો સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સારવાર લેવા આવે છે.
વૃદ્ધો માટે એક આશ્રય સ્થાન બન્યું હોસ્પિટલ
સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં ડૉક્ટર દંપતી દ્વારા એકદમ નિરાધાર વૃદ્ધોને દર મહિને રાશન પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ તેમને જીવશે, ત્યાં સુધી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જ એક રૂમ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં એકદમ નિરાધાર હોય તેવા વૃદ્ધોને આશ્રય આપવામાં આવે છે.
કોરોનાકાળમાં પણ અહીં દિવસ-રાત સેવા કરવામાં આવી હતી
આ ઉપરાંત સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં સર્પદંશની સારવાર પણ આપવામાં આવે છે તથા કોરોના કાળમાં પણ અહીં દર્દીઓની દિવસરાત સારવાર કરવામાં આવી હતી. સવારથી લઈને રાત સુધીના ભોજનની વ્યવસ્થા પણ નિ:શુલ્કપણે કરવામાં આવી હતી.
જાણો શું કહે છે સેવાભાવી ડૉક્ટર?
સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )ના સેવાભાવી ડૉક્ટર હિતેશ ઠક્કરે ETV BHARAT સાથેની વાતચીતનમાં જણાવ્યું હતું કે, માનવ સેવા કરવી એ જ મારો ઉદ્દેશ્ય છે. જેથી સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં આવતા તમામ દર્દીઓ અને તેમના પરિવારને જમવાનું પણ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ઓપરેશન અન્ય ડૉકટર્સ 25,000માં કરે છે, તે દવા તથા તમામ મેડિકલ સુવિધાઓ સહિત 10,000માં કરવામાં આવે છે. સિઝેરિયન ડિલિવરીની ફી 50,000 જેટલી થાય છે, પરંતુ સાંઈ આશીર્વાદ હોસ્પિટલ ( Sai Ashirwad Hospital )માં દવા, એનેસ્થેસિયા, હોસ્પિટલના રૂમનું ભાડું, કન્સલ્ટિંગ ચાર્જ વગેરે તમામ સેવા મળી માત્ર 15,000માં સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે. જો એક મહિના પહેલા નામ નોંધાયેલું હોય તો નોર્મલ ડિલિવરી તદન નિ:શુલ્ક કરવામાં આવે છે.
આ પણ વાંચો -
- Human Interest Story - ટ્વીટર પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃદ્ધને અમદાવાદ વહીવટી તંત્રે આપ્યો સહારો
- પોઝિટિવ પોરબંદર: છાયામાં યુવાનનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યું
- રાજકોટ કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે અનોખા પ્રયાસ
- 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું
- 11 વર્ષીય જમશેદપુરની બાળકીએ ડઝન કેરી 1.2 લાખ રૂપિયામાં વેચીને ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદ્યો
- Human Interest Story - ટ્વીટર પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃદ્ધને અમદાવાદ વહીવટી તંત્રે આપ્યો સહારો
- 105 વર્ષની અમ્માએ આપી ચોથા ધોરણની પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત
- લાહોરની લાડીને શ્રીનગરનો વર, મળો રિયલલાઇફના વીર ઝારાને