ETV Bharat / state

અબડાસા પેટા ચૂંટણીઃ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી - Union Agriculture Minister Purushottam Rupala

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામા છે. ત્યારે આજે બુધવારે અબડાસા વિધાનસભા બેઠકમાં માટે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી હતી. તેમણે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી હતી.

પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી

author img

By

Published : Oct 28, 2020, 9:28 PM IST

Updated : Oct 28, 2020, 10:30 PM IST

  • ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીનો જંગ અંતિમ તબક્કામાં
  • કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી
  • ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપવા કરી અપીલ

કચ્છઃ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અબડાસા વિધાનસભા બેઠક માટે બુધવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી હતી.

પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી
પુરૂષોત્તમ રૂપાલાએ નખત્રાણામાં સભા સંબોધી

તેમણે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી હતી. તેમજ તેમણે પક્ષપલટાના મુદ્દે કહ્યું કે, રાજકીય પક્ષોમા આ મુદ્દો ચર્ચાનો વિષય નથી. આમ થતું રહેતું હોય છે અને કોંગ્રેસને પણ ખબર છે કે હાલ આ જે કોંગ્રેસ છે, તે પણ ઓરીજનલ નથી.

અબડાસામાં ભાજપ જીતશે તેવો રૂપાલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો

પ્રધાન રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત અને નર્મદાના મુદ્દે કોંગ્રેસે હમેશા અવરોધ ઉભા કર્યા છે. સભા બાદ પત્રકારો સાથે વાત કરતા રૂપાલાએ કહ્યું હતું કે, આ પેટા ચૂંટણીમા ઇતિહાસ બદલશે અને જેમ અગાઉ ભાજપના ધારાસભ્ય જીત્યા હતા, તેમ આ વખતે પણ ભાજપ જીતશે.

કોંગ્રેસને ઇતિહાસ યાદ અપાવતા રૂપાલાએ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીમા આવ-જાવ ચાલુ રહે છે. પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અપક્ષનો ટેકો આપ્યો છે, આ સવાલના જવાબમા રૂપાલાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા પાસે વિકલ્પ નથી તો શું કરે તેમ જણાવી તેમણે લોકોને પદ્યુમનસિંહ જાડેજાને મત આપવા અપિલ કરી હતી.

Last Updated : Oct 28, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.