ETV Bharat / state

પરેશ ધાનાણીએ કચ્છની જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી - GK General Hospital

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કચ્છની જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ધાનાણીએ આ મુલાકાત દરમિયાન જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

પરેશ ધાનાણીએ કચ્છની જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

author img

By

Published : May 13, 2021, 6:35 PM IST

  • વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ લીધી કચ્છની મુલાકાત
  • જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી
  • ઓકસીજન સિલિન્ડર પરનો 18% GST ટેકસ સરકાર રદ કરે: પરેશ ધાનાણી
  • રાજ્યના આગેવાનોએ સમીક્ષા કરી છતાં પણ લોકો સેવાથી વંચિત

કચ્છઃ કોરોનાની મહામારી વધી રહી છે તેને અંકુશમાં રાખવામાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. જોકે વિરોધપક્ષ કહી રહ્યો છે કે તંત્ર નિષ્ફળ રહ્યું છે. તે વચ્ચે ગુજરાત રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ક્યાંકને ક્યાંક કોરોનાની ગાઈડ લાઈનના પણ ધજાગરા ઉડ્યાં હતાં. ધાનાણીએ ગાંધીધામ કોવિડ સેન્ટર અને ભુજમાં જી કે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પરેશ ધાનાણી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો, કાર્યકરો જોડાયાં હતાં

આ પણ વાંચોઃ કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને પીડિતોને સહાય આપવા મુખ્યપ્રધાનને પત્રસરકારે પહેલેથી મહામારી સામે પગલાં લીધા હોત તો લોકો મોતના મુખમાં ન ધકેલાયા હોતગુજરાત રાજ્ય સરકારને કચ્છમાં કોરોનાની પરિસ્થિતિથી વાકેફ કરવાના હેતુથી પરેશ ધાનાણીએ સવારે 11 વાગે ગાંધીધામ ખાતેના વ્રજમોહિની મલ્ટીપર્પઝ હોલમાં શરુ કરવામાં આવેલ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો, કાર્યકરો જોડાયાં હતાં.
ઓકસીજન સિલિન્ડર પરનો 18% GST ટેકસ સરકાર રદ કરે: પરેશ ધાનાણી
GST અને લાઈટ બિલ માફ કરવા કરાઇ માગણીસરકારે ઓકસીજન સિલિન્ડર પરનો 18% GST ટેકસ રદ કરવો જોઈએ, ઉપરાંત ખાનગી ધોરણે ઓકસીજનનું ઉત્પાદન કરતા ઓદ્યોગિક એકમોનું લાઈટ બિલ પણ સરકારે માફ કરવું જોઈએ તેવી માગણી પણ કરાઇ હતી.મીડિયા સાથે વાતચીત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,કોવિડ-19ની મહામારીએ ગુજરાતના કેટલાય લોકોના જીવ લઈ લીધાં છે. ઓકસીજન, રેમડિસિવિર ઇન્જેક્શન તેમજ બેડ સહિતની સુવિધા કરવામાં સરકારે નિષ્કાળજી દાખવી છે એવો આરોપ પણ સરકાર પર તેમણે લગાવ્યો હતો. આ ઉપરાંત સરકારની આરોગ્ય સેવામાં રહેલી ઉણપથી લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ગુજરાતની ગામડાની પ્રજાને બચાવી શકાય તેમ હતી. કચ્છની સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કર્યું પણ તેમાં ઘણી બધી ક્ષતિઓ રહેલી છે. જે ક્ષતિઓ સુધારીને સુવિધાઓ ઊભી કરીને કચ્છની સારી હોસ્પિટલ બની શકે અને કોરોનાથી થતાં મૃત્યુદરને ઘટાડી શકાય. નોંધનીય છે કે કચ્છમાં કોરોનાની સમીક્ષા કરવા ખુદ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય સચિવ જે.પી. ગુપ્તા પણ આવી ગયાં છે. છતાં લોકો હોસ્પિટલમાં બેડ, ઓકસીજન, રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ રેમડેસીવીર કાંડ – હાઇકોર્ટે સી. આર. પાટીલ અને ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.