કચ્છ: સીમા સુરક્ષા દળ દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં ઊંચા દરિયાઈ મોજા(Height of the sea waves) અને ભારે પવનને કારણે ધોવાઈ ગયેલી એક બોટને ઝડપી લેવામાં આવી છે. જોકે આ અગાઉ પણ કચ્છના દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિકો સાથેની બોટ ઝડપાઈ ચુકી છે.
આ પણ વાંચો: Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી
BSFની પેટ્રોલિંગ પાર્ટી દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ - આજે બુધવારે સવારે 7:30 વાગ્યે, હરામી નાળા વિસ્તારમાં(Kutch Haraminala Area ) બોર્ડર પિલર 1164 નજીક પેટ્રોલિંગ કરી રહેલા ભુજ BSFના જવાનોને બોર્ડર પિલર(Border Pillar in Indian territory) 1165 પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટ(Pakistani Fishing Boats) જોવા મળી હતી. પગપાળા દલદલ અને નાળાઓ ઓળંગીને, BSF પેટ્રોલિંગ ટીમે તરત જ સ્થળ પર પહોંચી એક પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી હતી. ભારતીય ક્ષેત્રમાં બોર્ડર પિલર 1165 પાસે, લગભગ 100 મીટર અંદરથી જપ્ત કરી હતી. આ પાકિસ્તાની બોટ સંભવતઃ ઊંચા દરિયાઈ મોજા અને ભારે પવનને કારણે ધોવાઈ ગઈ હતી અને ભારતીય સરહદમાં પ્રવેશી હતી.
બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું - જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.
ભારતની બોર્ડર પર તેમજ હથિયાર લઈને આવતાં હોય છે - જાસુસી પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવે છે. કચ્છના દરિયાઈ સહદર વિસ્તારમાં BSF દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી અનેક વાર ડ્રગ્સ પણ ઝડપાઈ ચુક્યું છે. અને પાકિસ્તાની નાગરિકો ભારતની બોર્ડર પર જાસુસી કરવા માટે આવતાં હોય છે, તેમજ હથિયાર લઈને આવતાં હોય છે. આ અગાઉ અનેકવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ ચુકી છે. આજે ફરી એક વખત પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. જો કે સારુ એ છે કે આ પાકિસ્તાની બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.