કચ્છઃ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડરી લાઈન નજીક સોમવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ઓખાની બોટના ટંડેલ સહિત 8 માછીમારો મધદરીયે માછીમારીમાં વ્યસ્ત હતા. ત્યારે એકાએક પાકિસ્તાન તરફથી આવી રહેલી મરીન સિક્યોરીટી એજન્સીની બોટમાં સવાર જવાનોએ તેમના પર ફાયરીંગ શરૂ કર્યું હતું. જેના પગલે માછીમારો તુરંત જ જીવ બચાવીને બોટ લઈ ભારતીય સમુદ્રકાંઠા તરફ નાસી છૂટ્યાં હતા. આ ફાયરિંગના પગલે બોટના 26 વર્ષિય ટંડેલ રામબોહરી રામધની ચમાર (મુળ રહે. યુપી)ને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. બોટમાં થોડું નુકસાન થયું છે.
પાકિસ્તાન મરીનના ફાયરિંગની ભોગ બનેલી ઓખાની બોટ જખૌ પહોચી, ટંડેલને સામાન્ય ઈજા - ટંડેલને સામાન્ય ઈજા
કચ્છ-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર જખૌ નજીક માછીમારી કરી રહેલી ઓખાની ‘ઓમકાર’ નામની બોટ પર પાકિસ્તાનની મરીન એજન્સીએ ફાયરીંગ કરતાં બોટનો ટંડેલ ઘવાયો છે. આ બોટ રવિવારે મોડી રાત્રે જખૌ પહોંચ્યા બાદ ઈજાગ્રસ્ત માછીમારને સારવારા માટે ભૂજ રિફર કરાયો છે. જો કે સામાન્ય ઈજા પહોંચી હોવાથી માછીમાર સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે.