કચ્છ: આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને આ અદભૂત દ્રશ્યને નિહાળી રહ્યા છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. આ અલૌલિક દ્રશ્યને કેનવાસ પર ઉતાર્યું છે ભુજના ચિત્રકાર લાલજી જોષીએ. તેમણે આ ચિત્રને મેરે રામ દેખ રહે હૈ નામ આપ્યું છે.
કેવી રીતે આવ્યો વિચાર: આ ચિત્રકૃતિ અંગે લાલજીભાઈ જોષીએ જણાવ્યું હતું કે, દેશભરમાં 500 વર્ષ બાદ આ આવનારા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ છે અને સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે વિવિધ રીતે દેશના જુદી જુદી કળાના જુદાં જુદાં કલાકારો પોતાની રીતે કૃતિઓ તૈયાર કરી રહ્યા છે. કોઈ શિલ્પકાર મૂર્તિ તૈયાર કરી રહ્યા છે કોઈ ઢોલ નગારા, કોઈ અગરબતી તો કોઈ રામ દરબારની કૃતિ કે રામ મંદિરની કૃતિ તૈયાર કરી રહ્યા છે.
મને થયું કે ઘણાં કલાકારો પોતાની કળા દ્વારા વિવિધ રીતે યોગદાન આપી રહ્યા છે. એટલે મને વિચાર આવ્યો કે રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું હોય અને મોદીજી અને યોગીજી અને તેનું નિરીક્ષણ કરતા હોય અને રામ ભગવાને બધાં ક્ષેત્રોમાં પરીક્ષણ કરતાં હોય એવું મને વિચાર આવ્યો આ દ્રશ્ય કંડાર્યું. ચિત્રનું નામ આપેલું છે મેરે રામ દેખ રહે હૈં. આ ચિત્ર બનાવતાં મને બેથી અઢી દિવસ જેટલો માંગી લીધો છે. - લાલજીભાઈ જોષી, ચિત્રકૃતિ