ETV Bharat / state

Matanamadh: દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માઈભક્તોએ શરૂ કરી પદયાત્રા

કોરોનાને કારણે ગચા વર્ષે તમામ મંદિરોમાં નવરાત્રિ નિમિત્તે પદયાત્રાએ જતાં ભાવિકોને દર્શનનો લહાવો ગુમાવવો પડ્યો હતો. જેથી આ વર્ષે છૂટછાટ મળતાં ભાવિકો પોતાના આસ્થા કેન્દ્રો એવા માતાજીના મંદિરો ભણી પદયાત્રાએ નીકળી રહ્યાં છે. કચ્છના દેશદેવી મા આશાપુરાના મંદિરે (Matanamadh) ધજા લઇને જતાં પદયાત્રીઓ જોવા મળી રહ્યાં છે.

Matanamadh: દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માઈભક્તોએ શરૂ કરી પદયાત્રા
Matanamadh: દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માઈભક્તોએ શરૂ કરી પદયાત્રા
author img

By

Published : Oct 5, 2021, 2:18 PM IST

  • માતાના મઢના માર્ગે સૌરાષ્ટ્ર-કચ્છના પદયાત્રીઓ
  • સેવા કેમ્પને મંજૂરી અપાઈ નથી
  • સેવાભાવીઓ દ્વારા છૂટાછવાયા સેવા કેમ્પો

કચ્છઃ નવરાત્રિના દિવસો નજીક આવતા હોવાથી અગાઉની પરંપરા મુજબ પદયાત્રીઓ કચ્છના કુળદેવી મા આશાપુરાના (Aashapura temple) આશિષ માટે ભાવિકો માતાનામઢ (Matanamadh) માટે છૂટા-છવાયા નીકળી પડ્યા છે. કચ્છના કુળદેવી મા આશાપુરા માતાજીના ધામ માતાના મઢમાં આ વખતે નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવાના નિર્ણયને તમામે આવકાર્યો છે, પરંતુ પદયાત્રીઓ માટે કેમ્પની મંજૂરી આપવામાં આવી નથી. તે વચ્ચે પણ અન્ય જિલ્લામાંથી પદયાત્રીઓ માતાના મઢ જવા માટે નીકળ્યાં છે.

દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે માઈ ભક્તોએ શરૂ કરી પદયાત્રા

ભુજમાં માધાપર પાસેથી શરૂ થઈ મીરઝાપર સુધી સેવા કેમ્પો અને ફરતા વાહનો તેમજ તબીબી સેવા કેમ્પોની મોટી સંખ્યા રહેતી તે કોરોના કાળમાં બંધ થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સેવા કેમ્પોને સંક્રમણ ફેલાવે તેવી ભીતિને પગલે મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો. તો કેટલાક સેવાભાવીઓ દ્વારા તંત્રને સેવા કેમ્પોને સરકારી ગાઈડ લાઈન પાલનની ખાતરી સાથે મંજૂરી આપવા રજૂઆત પણ કરી હતી.

ભાવિકો પોતાના આસ્થા કેન્દ્રો એવા માતાજીના મંદિરો ભણી પદયાત્રાએ નીકળી રહ્યાં છે

માતાના મઢ જાગીર તરફથી માઈભક્તો માટે મંદિર ખુલ્લું મુકાશે

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માતાના મઢ (Matanamadh) તરફ પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનો કપરો કાળ હોતાં હાલમાં માતાના મઢ જાગીર તરફથી સવારથી મોડી રાત્રી સુધી દર્શન માટે માતાજી આશાપુરાનું મંદિર ખુલ્લું રહેશે તેમ જ દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પર ચાલુ રહેશે તેવી જાહેરાતના પગલે નવરાત્રિએ લોકો માતાજીના દર્શનનો લાભ લઇ શકશે.

દેશના અનેક ખુણાઓમાંથી લોકો ઉમટ્યાં

પદયાત્રીઓ વરસાદ હોય,ઝાકળ હોય, તાપ હોય કે ઠંડી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે આબાલ-વૃદ્ધ જય માતાજીના જય ઘોષ સાથે ડગ માંડી રહ્યાં છે. મુશ્કેલીઓની પરવા કર્યા વગર માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યાં છે. ગુજરાત રાજ્ય તેમજ દેશના અન્યો રાજ્યમાંથી પણ અનેક લોકો માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને પદયાત્રા કરીને મા આશાપુરાના (Aashapura temple) દર્શન કરવા જઈ રહ્યાં છે.

ગચા વર્ષે તમામ મંદિરોમાં નવરાત્રિ નિમિત્તે પદયાત્રાએ જતાં ભાવિકોને દર્શનનો લહાવો ગુમાવવો પડ્યો હતો

સેવા કેમ્પોને મંજૂરી નહીં, સેવાભાવીઓ દ્વારા મોબાઇલ વાહન સેવા શરૂ

આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે માતાના મઢ ખાતે મેળો નહીં યોજાય તેમજ ઉતારાની વ્યવસ્થા પણ જાગીર દ્વારા નહીં કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે માર્ગમાં યોજાતા કેમ્પની મંજૂરી પણ આપવામાં નથી આવી. તેમ છતાં પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા મોબાઇલ વાહન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો પાણી ફળ વગેરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

માઈભક્તોમાં અતૂટ શ્રદ્ધા

આમ ભલેને આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા સેવા કેમ્પો માટે મંજૂરી આપવામાં ન આવી હોય તથા સરકારી નિયંત્રણ અનુસાર નવરાત્રિ ઉજવવાની હોવા છતાં પણ માઈભક્તોએ માતા તરફ અતૂટ શ્રધ્ધા રાખી અને ઉત્સાહપૂર્વક માતાના મઢ (Matanamadh) દર્શન કરવા પદયાત્રા કરી રહ્યાં છે.

માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે: પદયાત્રી

જામનગરથી અમે માતાજીના દર્શન કરવા આવીએ છીએ. આજે નવમો દિવસ છે હજી સુધી રસ્તામાં કોઈ તકલીફ પડી નથી. 9 લોકો સાથે નીકળ્યાં છીએ. અમુક લોકો 20 વર્ષોથી આવે છે અમુક 10 વર્ષોથી તો અમુક 3-4 વર્ષોથી માતાજીના દર્શન માટે આવે છે. માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

માતાજીએ માનતા પૂર્ણ કરી છે એટલે શ્રદ્ધાથી ચાલીને દર્શન માટે જઈએ છીએ: પદયાત્રી

છેલ્લાં 2 વર્ષોથી માતાજીના દર્શન માટે પદયાત્રા કરીને જઈએ છીએ. પહેલાં સેવા કૅમ્પો રહેંતા તો સરળ રહેતું. કૅમ્પો હતાં તો દવામાં , આરામ માટે તથા ભોજન માટે સારી સગવડતા રહેતી પરંતુ આ વર્ષે થોડી ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. માતાજીએ માનતા પૂર્ણ કરી છે એટલે શ્રદ્ધાથી ચાલીને દર્શન માટે જઈએ છીએ

પદયાત્રીઓને બિસ્કીટ અને પાણી આપીને સેવા કરીએ છીએ: સેવાભાવી

અમે લોકો મોરબીથી અહીં માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ સાથે સાથે મોબાઇલ વાહન સેવા મારફતે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છીએ.અમારા ધંધામાં પ્રગતિ થાય તે અર્થે માતાજી પાસે પ્રાર્થના કરી પદયાત્રીઓની સેવા કરીએ છીએ. પદયાત્રીઓને બિસ્કીટ અને પાણી આપીને સેવા કરીએ છીએ.

આ પણ વાંચોઃ Matanamadh: બે મહિના બાદ માતાના મઢ આશાપુરા મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં

આ પણ વાંચોઃ મંગળ ગ્રહ અને કચ્છના માતાના મઢ વચ્ચે શું છે સામ્યતા? જાણો વિગત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.