ETV Bharat / state

Kutch News: હવે, કંડલાના તુણા આઉટ પોસ્ટના દરિયા કિનારા વિસ્તારમાંથી મળ્યું હેરોઇનનું પેકેટ

કંડલાના તુણા આઉટ પોસ્ટના દરિયા કિનારા વિસ્તારમાંથી 5.09 કરોડની કિંમતનું હેરોઇનનું પેકેટ ઝડપાયું હતું. મરીન પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદામાલ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 6:53 AM IST

Updated : Sep 14, 2023, 10:17 AM IST

packet-of-heroin-worth-rs-5-crore-09-lakh-was-seized-from-the-beach-area-of-tuna-out-post-in-kandla

કચ્છ: કચ્છનાં પશ્ચિમ કાંઠા બાદ પૂર્વ કાંઠે પણ ડ્રગ્સ મળી આવતા ચકચાર મચવા પામી છે. કંડલા નજીક અરબ સાગરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું છે. કંડલા મરીન પોલીસ દ્વારા હેરોઇનનું પેકેટ કબ્જે કરવામાં આવ્યું છે. બાતમીના આધારે સંઘડ ગામના દરિયા કિનારાથી હેરોઇનનું પેકેટ કબ્જે કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલ હેરોઇનના પેકેટનુ વજન 1 કિલો જેટલું છે અને જેની અંદાજિત કિંમત 5.09 કરોડ જેટલી આંકવામાં આવું રહી છે.

કંડલા મરીન પોલીસ દ્વારા કાર્યવાહી: કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયા કિનારેથી બીન વારસી હાલતમા માદક પદાર્થનું એક પેકેટ મળી આવ્યું છે. કંડલા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તુણા આઉટ પોસ્ટના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે સંઘડ ગામના દરીયાના કિનારા પરથી માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.

1 કિલોના પેકેટની કિંમત 5.09 કરોડ: આ પેકેટ હેરોઇનનું હોવાનું બહાર આવ્યું હતું. હેરોઇનના આ પેકેટનું વજન 1 કિલોગ્રામ જેવુ છે જેની કિંમત 5 કરોડ 9 લાખ જેટલી આંકવામાં આવી રહી છે. મરીન પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદામાલ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરી કંડલા મરીન પોલીસ ઇન્સ્પેકટર હીના કે. હુંબલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પૂર્વ કચ્છમાંથી ઝડપાયો માદક પદાર્થનો જથ્થો: સુત્રોના જણાવ્યા મુજબ માછીમારોએ પહેલા આ પેકેટ જોયુ હતું અને તેમને સ્ટેટ આઈબીને જાણ કરેલી જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આમ તો કચ્છની દરિયાઈ સીમા ખાસ કરીને પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા વિસ્તારના દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે ત્યારે આ વખતે પૂર્વ કચ્છના કંડલાના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે.

  1. MD drugs seized from Ahmedabad : અમદાવાદ માંથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રુપિયાનું MD ડ્રગ્સ પકડી પાડ્યું
  2. Amrutsar Crime News: બીએસફે અમૃતસરના ગામમાં પાકિસ્તાને ડ્રોન દ્વારા મોકલેલું 17.50 કરોડનું હેરોઈન જપ્ત કર્યુ

Last Updated : Sep 14, 2023, 10:17 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.