ETV Bharat / state

મુંદ્રા-હાપાથી ઉપડી ઓક્સિજન એક્સપ્રેસ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પહોંચશે ઓક્સિજન - Maharashtra

કચ્છથી નીકળેલી ઓકસીજન એક્સપ્રેસને દરેક સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળ્યું અને ટ્રેને 06:45 કલાકમાં 372 કિ.મી.નું અંતર પાર કર્યું. 84 ટન લિક્વિડ ઓક્સિજન સિલિન્ડરના 06 કન્ટેનર સહિતની ટ્રેન ચલાવવામાં આવી હતી. આ ટ્રેન દ્વારા કચ્છના મુંદ્રા પોર્ટ થી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો

ex
મુંદ્રા-હાપાથી ઉપડી ઓક્સિજન એક્સપ્રેસ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પહોંચશે ઓક્સિજન
author img

By

Published : May 12, 2021, 10:43 AM IST

  • વિવિધ રાજ્યમાં ટ્રેન દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવશે
  • મુંદ્રાથી ટ્રેન દ્વારા હરિયાણા દિલ્હી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો
  • ટ્રેનને દરેક સ્ટેશન પર મળ્યું ગ્રીન સિગ્નલ

કચ્છ: હાલ દેશભરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે એવામાં દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવું રહી છે. આ અભિયાન અંતર્ગત લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના પરિવહન માટે સતત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વેના ગુજરાતના હાપા અને મુંદ્રા પોર્ટ થી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી હતી.

ટ્રેન દ્વારા ઓક્સિજન દિલ્હી પહોંચાડવામાં આવે છે

ભારતીય રેલ્વે દ્વારા પ્રાણવાયુ ને સતત દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે.કચ્છના મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ થી પાટલી (હરિયાણા) ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી. હાલમાં દેશમાં ઓક્સિજનની અછત છે અને 84 ટન લિક્વિડ ઓક્સિજન સિલિન્ડરના 06 કન્ટેનર સહિતની આખી ટ્રેન ચલાવવામાં આવી હતી જેમાં કોઈ પણ જાતની અડચણ આવી ન હતી.

આ પણ વાંચો : જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે થઈ રવાના

કચ્છથી ઓક્સિજન એક્સપ્રેસે 6.45 કલાકમાં 372 કિમીનુ અંતર કાપ્યુ

ઓક્સિજન એક્સપ્રેસને દરેક સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળ્યું અને ટ્રેને 372 કિ.મી.નું આ અંતર 06:45 કલાકમાં પાર કર્યું, જે ડબલ સ્ટેક કન્ટેનર રેક્સ માટે મહત્તમ હતું. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધી માં હાપા અને મુંદ્રા પોર્ટ થી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરો દ્વારા કુલ 18 ટ્રેનો માં લગભગ 1771.07 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.