ETV Bharat / state

Kutch News: સરહદી વિસ્તારમાં દરરોજ દોડે છે 150 ઓવરલોડેડ ટ્રક, હવે લીઝ સાઈટ પર થશે તપાસ - કચ્છમાં ઓવરલોડેડ ટ્રક

કચ્છમાં સરહદી વિસ્તારમાં 150થી વધુ ઓવરલોડ ટ્રકો રસ્તા પર દોડી રહી છે. ત્યારે હવે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીએ આ મામલે સ્થળ પર સરવે શરૂ કર્યો છે.

Kutch News: સરહદી વિસ્તારમાં દરરોજ દોડે છે 150 ઓવરલોડેડ ટ્રક, હવે લીઝ સાઈટ પર થશે તપાસ

author img

By

Published : Mar 16, 2023, 6:43 PM IST

લીઝ સાઈટ પર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા તપાસ કરાશે

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં માટી અને મિનરલ્સ માટેની મોટી માત્રામાં લીઝ આવેલી છે. તો અનેક વખત મોટી માત્રામાં થતા ખનન અને માલવહન માટે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. કચ્છના સરહદી વિસ્તારમાં મોટી માત્રામાં માટીનું ખનન થઈ રહ્યું છે. સરહદી વિસ્તારમાં રોજની 150થી વધુ ઓવરલોડ ટ્રકો દોડી રહી છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી ભીતિ પણ રહેતી હોય છે.તો ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા સ્થળ પર સરવે પણ હાથ ધરવામાં આવ્યો છે અને તેની ચકાસણી બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત

ખાવડામાં રોજની 150થી વધુ ઓવરલોડ ટ્રકો દોડી રહી છેઃ કચ્છની ધરા વિવિધ ખનીજોથી ભરપૂર છે. ત્યારે જિલ્લામાં મિનરલ્સ અને માટીના ખનન માટે 700 જેટલી લીઝ કાયદેસર મંજૂર કરવામાં આવી છે. સરહદી વિસ્તાર તેમ જ જિલ્લામાં અનેક લીઝો પર મોટી માત્રામાં ખનન અને ગેરકાયદેસર વહન મુદ્દે અનેક વખત જાગૃત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે. કરોડોની કિંમતના મિનરલ્સ અને માટીનું ગેરકાયદેસર રીતે થતું ખનન અને વહન આગાઉ પણ અનેકવાર ઝડપાયું છે.

મોટી માત્રામાં થઈ રહ્યું છે ખનનઃ ઉપરાંત પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ભર્યા વગર વહન કરાતી માટી અને ખનીજ પણ અનેકવાર ઝડપાયું છે. સરહદી વિસ્તાર ખાવડામાં રોજની 150થી વધુ ઓવરલોડ ટ્રકો દોડી રહી છે. જિલ્લામાં ઠેર ઠેર ચાલતી લીઝ વચ્ચે હાલ કચ્છના સરહદી વિસ્તાર ખાવડા વિસ્તારમાં આવેલી લીઝમાં મોટી માત્રામાં માટીનું ખનન થઈ રહ્યું છે.

લીઝ સાઈટ પર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા તપાસ કરાશેઃ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારિયાએ જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના સરહદી ખાવડા વિસ્તારના રતાડિયા ગામે ચાલતી માટીની લીઝ મુદ્દે પરવાનગી કરતા વધુ ખનન અને બાંડી નદીના પટમાંથી ખનન થતું હોવાની ફરિયાદ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને કરવામાં આવી છે. ફરિયાદ મુજબ આ માટીનું વજન કરાવ્યા વિના ટ્રકોમાં ઓવરલોડ ભરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ખાવડામાં માટીનું ખનન કરવા માત્ર એક જ લીઝને મંજૂરી આપવામાં આવી છે. ફરિયાદ થયા બાદ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ સ્થળ પર સરવે પણ હાથ ધરવામાં આવ્યો છે અને તેની ચકાસણી બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. જો મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાનું જાણવા મળશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.

ઓવરલોડ ટ્રકો સરહદી વિસ્તારના રસ્તાઓ પર કાયદાનું જાહેરમાં કરે છે ઉલ્લંઘનઃ ભૂસ્તરશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લીઝ પરથી મંજૂર થયેલ પરિમાણ મુજબ માટીનું ખનન કરાયું છે કે નહીં, કાયદેસરની લીઝમાંથી મર્યાદિત માત્રામાં માટી નીકળી છે કે નહીં તે તો ભૂસ્તરશાસ્ત્રી કચેરીની ટીમ દ્વારા જ તપાસ કરાશે. ખનન કરેલ રેતી ભરેલી બેફામ ઓવરલોડ ટ્રકો સરહદી વિસ્તારના રસ્તાઓ પર કાયદાનું જાહેર રીતે ઉલ્લંઘન કરે છે. ખાવડા ગામથી આગળ ધ્રોબાણા તરફ જતા રસ્તે દિવસ દરમિયાન 150 જેટલી ઓવરલોડ ટ્રકો દોડી રહી છે. જે ગમે ત્યારે અકસ્માત પણ સર્જી શકે છે.

આ પણ વાંચોઃ Patan Accident : રાધનપુરમાં અકસ્માતને લઈને પોલીસ આરટીઓ પર થયા હપ્તા ખાવાના આક્ષેપો

આરટીઓ અધિકારીએ માહિતી આપવા અસમર્થતા દર્શાવીઃ સમગ્ર બાબત અંગે વાતચીત કરતા આરટીઓ અધિકારી વિપુલ ગામીતે રૂબરૂ મુલાકાત દરમિયાન કંઈ પણ નિવેદન આપવા બાબતે અસમર્થતા દર્શાવી હતી અને આરટીઓ કચેરી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અનેક વખત આરટીઓ વિભાગ પર ખનીજ વહન અને ઓવરલોડ ટ્રકો બાબતે આરટીઓ કચેરી વિવાદમાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.