ETV Bharat / state

Ghorad Abhyaran Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ - વન વિભાગ ગુજરાત

કચ્છ જિલ્લામાં લુપ્ત થતાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ(Great Indian Bastard Kutch) એટલે કે ઘોરાડ પક્ષી અંગે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે ઘોરાડ પક્ષીના સંરક્ષણ-સંવર્ધન માટે અબડાસાના ઘોરાડ અભયારણ્ય માંથી(Ghorad Abhyaran Kutch) પસાર થતી વીજલાઇનો અંડરગ્રાઉન્ડ(Power line underground) લઇ જવા આપેલા આદેશને એક વર્ષ થઈ ગયું છતાં પણ હજુ પવનચક્કી કંપનીઓએ કોઇ તૈયારી પણ ન કરતાં હવે અદાલતની અવમાનનાનો કેસ દાખલ થયો છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વડા અને કચ્છના જાણીતા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં(Complaint to Ghorad Abhyaran Powerline Underground) આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે.

Ghorad Abhyaran in Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ

author img

By

Published : Dec 7, 2021, 8:57 AM IST

  • ઘોરાડ અભયારણ ચુકાદાની અવમાનના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ
  • કચ્છના ઘોરાડ અભ્યારણમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો
  • અબડાસા તાલુકામાં આવેલ અભ્યારણમાં આડેધડ લગાવેલ વીજલાઈન થકી દુર્લભ ઘોરાડ પક્ષીઓને થાય છે નુકસાન

કચ્છ :કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લાલા, બુડિયા ગામ પાસે ઘોરાડ અભયારણ્ય(Ghorad Abhyaran in Kutch) આવેલું છે. જે 505 એકરમાં વિસ્તરેલું છે. આ અભ્યારણ્યના ઘોરાડ પક્ષીઓ મુકતપણે વિચરી શકે તે હેતુથી 21 ગામોની 21હજારથી વધુ હેકટર જમીન ઈકો સેન્સીટીવ ઝોન તરીકે ઘોષીત કરાયા પછી ઘોરાડની સલામતી માટે અભ્યારણ્ય અને ઈકો સેન્સેટીવ ઝોનની આસપાસના વિસ્તારમાં પસાર થતી HT અને LT વીજલાઈનો અન્ડરગ્રાઉન્ડ(Power line underground) કરવા સુપ્રીમ કોર્ટમાં રીટ થયા પછી સુપ્રીમ કોર્ટે પવનચક્કી અને અન્ય એકમોમાં પહોંચતી વીજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યાને વર્ષ થઈ થયા છતાં ખાનગી કંપનીઓ વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ નાખવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Ghorad Abhyaran in Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાં પવનચક્કીઓની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા પક્ષીવિદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ

સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે કરાઈ ફરિયાદ

અદાલતના આદેશની અવમાનના કેસ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા રણજીતસિંહ જી જાડેજા અને જાણીતા પક્ષીવિદ્ નવીન બાપટએ દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે(Complaint to Ghorad Abhyaran Powerline Underground) સુપ્રીમકોર્ટના આદેશને પગલે PGVCL નલિયા અને કોઠારાની કચેરીએ ખેત વિષયક જોડાણો 200 અને ઘરેલુ 45 જેટલા વીજજોડાણની અરજીઓ પડતર રાખી જોડાણ બાબતે કોઈ ખુલાસો કરતી નથી. આમ તો HT અને LT વીજલાઈન મુખ્યત્વે જે-તે ગામથી બહારથી પસાર થતી હોય છે પરંતુ ઘરેલું વીજ જોડાણ આપી શકાય તેવી સ્થિતિ હોવા છતાં આ મુદે્ PGVCL દ્વારા જોડાણ આપવાનું બંધ કરાયું છે.

જંગલખાતાએ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવા જોઈએ: પક્ષીવિદ

આ ઉપરાંત કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, અગાઉ પણ આ HT વીજલાઈનના કારણે કચ્છ જિલ્લામાં બે ઘોરાડ પક્ષીના મોત(Death of a bird in Gujarat) થયા હતા તો પવનચક્કીના અવાજના કારણે ઘોરાડ પક્ષી અભયારણ્ય છોડી ગયાનો આક્ષેપ છે. તેમ છતાં ઘોરાડ માટેના સંવેદનશીલ વિસ્તારમાં ચાર ઘોરાડ પક્ષીઓ જોયા છે ને તમામ ઘોરાડ પક્ષીઓ ફિમેલ હોવાના કારણે વર્ષોથી ઘોરાડ પક્ષીનું પ્રજનન(Kutch Bustard Sanctuary) કાર્ય ઠપ છે. આ ઉપરાંત જંગલખાતાએ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવા જોઈએ. આમ તો રાજસ્થાનમાં પણ ઘોરાડ અભયારણ્ય છે ત્યાંના ઘોરાડ પક્ષીની મદદ લઈ પ્રાયોગિક ધોરણે પ્રજનન કાર્ય થાય તો અબડાસાના ઘોરાડ અભયારણ્યમાં પક્ષીની સંખ્યા વધે. આ ઉપરાંત કુત્રિમ પ્રક્રિયાથી પણ ઘોરાડની સંખ્યા વધે તે માટે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા 8000 હેક્ટરમાં ઘોરાડના હેબિટેટ સુધારણા માટે કામગીરી હાથ ધરવામાં આવી: નાયબ વન સંરક્ષક

પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકે આ બાબતે જણાવ્યું હતું કે, ઘોરાડ અભયારણ્ય માંથી પસાર થતી પવનચક્કીઓની HT પાવરલાઈન અને LT પાવરલાઈન અંડરગ્રાઉન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટે(supreme court in gujarat) હુકમ કરેલો હતો. ઉપરાંત વન વિભાગને(forest department gujarat) હેબિટેટ સુધારણા કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા 8000 હેક્ટરમાં ઘોરાડના હેબિટેટ સુધારણા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે Getco, Pgvcl અને અન્ય પ્રાઇવેટ કંપનીઓ કે જેની વીજલાઈનો ઘોરાડ અભયારણ્ય માંથી પસાર થાય છે તો તેમને પણ વીજલાઈનો અંડરગ્રાઉન્ડ કરવા માટે વન વિભાગ દ્વારા ફોલો અપ લેવામાં આવતું હોય છે.

આસપાસના ગામના લોકોને પણ ઘોરાડ સંવર્ધન માટે માર્ગદર્શન અપાઈ રહ્યું છે

વન વિભાગના સ્ટાફ દ્વારા કચ્છ જિલ્લાના(forest department kutch) અબડાસા તાલુકામાં બચેલા 4 થી 5 ઘોરાડનું લોકેશન મેળવીને માહિતી રાખવામાં આવતી હોય છે અને હેબિટેટ સુધારણાની કામગીરીના ભાગરૂપે ઘોરાડનો હેબિટેટનો વિસ્તાર વધારવો અને તેમના માટે ઘાસનું વાવેતર કરવું વગેરે જેવી કાર્ય કરવામાં આવતું હોય છે. તેમજ વન વિભાગ દ્વારા આજુબાજુના ગામના લોકો પણ ઘોરાડ પ્રત્યે સંવેદનશીલતા દાખવે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હોય છે.

આ પણ વાંચોઃ ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ

આ પણ વાંચોઃ વડોદરા વન્ય જીવ વિભાગે જાંબુઘોડા અભ્યારણ્યના સાદરાના જંગલમાં તેના નિર્માણ માટે હાથ ધરી જરૂરી તૈયારીઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.