ભુજ: ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પોલીસ વિભાગ સાથેની બેઠક બાદ શુક્રવારે મોરી રાત્રે રાજ્યભરની જિલ્લા જેલમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એસ પી અને એસીપી જેવા મોટા અધિકારીઓને તેમજ મહિલા પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં જેલમાં તપાસ થઈ હતી. ભુજની જેલમાંથી દરોડા દરમિયાન છ મોબાઇલ ફોન મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલ થયા છે. મોબાઈલ ફોન સાથે સીમકાર્ડ જપ્ત કરીને કાયદા અનુસાર કામગીરી કરવામાં આવી હતી. હવે આ ફોન કોણ લાવ્યું અને કોની મંજૂરી થી અહી સુધી પહોંચ્યા એ અંગે તપાસ ચાલી રહી છે.
સરપ્રાઇઝ ચેકીંગ:ગુજરાતની અલગ અલગ જેલમાં મોડી સાંજે પોલીસે દરોડા પડ્યા છે.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચના બાદ આ ચેકીંગ હાથ ધરાયું છે. તો કચ્છ જિલ્લામાં પણ પોલીસ તંત્રને કામે લાગ્યું છે. ભુજની પાલારા જેલમાં 6 મોબાઈલ મળી આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન ભુજની જેલમાંથી 6 ફોન ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેશનમાં ફરિયાદ: ભુજની પાલારા ખાસ જેલમાં DYSP, એલસીબી, એસોજી, ડોગ સ્ક્વૉડ સહિત ટીમોની સાથે વરિષ્ઠ અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન પાલારા જેલની જડતી દરમિયાન એકસાથે 6 મોબાઈલ ફોન ઝડપાતાં જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.બિનવારસુ 6 ફોન અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. તો સ્થાનિક ભુજ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
કેન્ટીન પાછળ ખાડામાં સીમકાર્ડ: અમદાવાદ જેલ આજીની ટુકડીએ ભુજની ખાસ પાલારા જેલમાં હાથ ધરેલાં આકસ્મિક ચેકીંગ દરમિયાન આ મોબાઈલ ફોન અને સીમ ઝડપી પાડયા હતા. જેલની કેન્ટીન પાછળ ખાડામાં સીમકાર્ડ સાથેના ફોન છૂપાવવામાં આવ્યાં હતા. સમગ્ર મોબાઇલ મળી આવવાની ઘટના અંગે અજાણ્યા શખ્સો સામે પ્રિઝનર એક્ટની કલમો તળે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. આ મોબાઇલ ફોન જેલમાં કંઈ રીતે પહોંચ્યા,કોણ તેનો ઉપયોગ કરતો હતો , કોણ આ મોબાઇલ આપીને મદદ કરી રહ્યું હતુ તમામ માહિતી આગામી સમયમાં બહાર આવી શકે છે.