કચ્છ : જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના બુઢારમોરા ગામે 30 વર્ષેીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન 7 મેના દિવસે કચ્છ પહોંચ્યો હતો, આ યુવાને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.
શનિવારે શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ સેમ્પલનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ દરમિયાન યુવાન જે બસમાં આવ્યો હતો તે બસમાં અન્ય કચ્છ જિલ્લાના 27 જેટલા લોકો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેના પગલે કચ્છ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.