- નવા વેરિયન્ટ ઓમિક્રોન Omicron Variant alert in kutch, તંત્ર સતર્ક
- 2500 ઓકસીજન બેડ, 15 જેટલા PSA oxigen generator plant તૈયાર
- Kutch Health Department Alert રહી સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી
કચ્છ :કચ્છ જિલ્લામાં ખાસ કરીને ક્રિસમસના તહેવાર દરમિયાન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં વસતા (Kutch NRI Visit Homeland) કચ્છીઓ કચ્છમાં વતનની મુલાકાતે (Kutch Health Department Alert) આવતા હોય છે. ત્યારે નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રોમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટી તંત્રએ સતર્કતા (Omicron Variant alert in kutch) વધારી છે. કોરોનાકાળમાં વિમાનીસેવા બંધ રહી હતી પરંતુ હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ( Corona Update in Kutch ) ત્યારે ફરીથી ચાલુ કરાઈ હતી. ક્રિસમસ દરમિયાન કચ્છ પાછા આવવા એનઆરઆઇ 15મી ડિસે.થી ટિકિટ કઢાવતા હોય છે પરંતુ થોડાક દિવસોથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ સંક્રમણનો ભય ફેલાયો છે ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર શું નિર્ણય લે છે.
રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા વધારી દેવાઇ
કચ્છમાં હજુ સુધી નવા વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસના લક્ષણોવાળા કોઇ એનઆરઆઇ (Kutch NRI Visit Homeland)હજુ આવ્યા ( Corona Update in Kutch ) નથી. છતાં પણ કચ્છના આરોગ્યતંત્ર દ્વારા (Omicron Variant alert in kutch) કચ્છમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા (Kutch Health Department Alert) વધારી દેવાઇ છે. જો કોઇ બિનનિવાસી ભારતીય કચ્છમાં આવશે તો આરોગ્ય તંત્ર તેના સંપર્કમાં રહેશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે જણાવ્યું હતું.
પોઝિટિવ સેમ્પલને વાયરોલોજી લેબ પૂના ખાતે મોકલવામાં આવશે
કચ્છમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના પ્રવેશ થવાની સંભાવના (Omicron Variant alert in kutch) અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદના વિમાની મથકે આવનારા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ (Kutch Health Department Alert) કરાય છે. લક્ષણો જણાય તો ( Corona Update in Kutch ) સેમ્પલ લઇ વાયરોલોજી લેબ પૂના ખાતે મોકલાય છે. જો એનઆરઆઇને (NRI) કોરોના પોઝિટિવના લક્ષણો વિદેશમાં દેખાયા હોય કે ભારત આવ્યા બાદ જણાય તો 14 દિવસ અમદાવાદ ખાતે જ ક્વોરન્ટાઇન કરાશે.
સારવારની જરૂર જણાશે તો હોસ્પિટલ મોકલાશે, તૈયારીઓ કરવામાં આવી છે: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Variant alert in kutch) તથા સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીના ભાગરૂપે 2500 ઓકસીજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર (Kutch Health Department Alert) થઈ ચૂક્યા છે.15 જેટલા PSA oxigen generator plant લાગી ચૂક્યા છે અને કાર્યરત છે ઉપરાંત 3 જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને 8 જેટલા પ્લાન્ટ ( Corona Update in Kutch ) હાલ નિર્માણ પામી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી
આ ઉપરાંત કચ્છ જિલ્લામાં છૂટાછવાયા કોરોનાના પોઝિટિવ કેસો આવી રહ્યા છે ( Corona Update in Kutch ) છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. જેટલા પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ (Omicron Variant alert in kutch) કરવામાં આવી રહ્યું છે.જે પણ પોઝિટિવ કેસો આવે છે તે ગમે તે હોય સરકારી લેબ કે પ્રાઇવેટ લેબના સેમ્પલને જીનોમિક સિકવન્સ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં (Ahmedabad Civil Hospital Genome Sequencing) મોકલવામાં આવે છે.
કોરોના રસીકરણ માટે લોકોને પ્રોત્સાહિત કરાશે
સંક્રમણ ફેલાવતું અટકાવવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ પણ મહત્વનું ભાગ ભજવે છે. ઉપરાંત કચ્છમાં કોરોના માટેની વેક્સિનના બીજા ડ્યું ડોઝ સામે 68 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે અને પહેલા ડોઝ માટે જેટલા લોકો eligible છે તેની સામે 95 ટકા જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. હજી પણ કેટલાક લોકો એવા છે જે રસી લેવા માટે તૈયાર ( Corona Update in Kutch ) નથી તેમના માટે હરેક ઘર દસ્તક કેમ્પેઇન અંતર્ગત ઘરોઘર જેના રસીના ડોઝ લેવાનાં બાકી છે તેમને રસી લેવા માટે (Kutch Health Department Alert) પ્રોત્સાહિત કરશે. ઉપરાંત મુસાફરોની સ્ક્રીનીંગ અને testing માટે પણ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ટીમો તૈનાત કરવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરોના લિસ્ટ જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેના મુજબ તેમનું ટ્રેકિંગ (Omicron Variant alert in kutch) કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Omicron Covid 19: અન્ય દેશ માંથી આવનારા મુસાફરો પોઝિટિવ હશે તો કયાં પ્રકારની કરાઇ ખાસ વ્યવસ્થા જાણો તે બાબતે
આ પણ વાંચોઃ Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત