- માંડવીની કોવિડ હોસ્પિટલમાં દૈનિક 381 સિલિન્ડરની જરૂરિયાત
- દર્દીઓને નિ:શુલ્ક ઓક્સિજન સિલિન્ડર અપાશે
- ખીમજી રામદાસ પરિવાર કાયમ વતનની મદદ કરવા તત્પર
- મસ્કતથી મેડિકલ ઓક્સિજનના 350 સિલિન્ડર મોકલવામાં આવ્યા
કચ્છઃ હાલ ઓમાનના મસ્કતમાં રહેતા ખીમજી રામદાસ પરિવાર મુળ માંડવીના છે અને હાલ મસ્કતમાં ઉદ્યોગક્ષેત્રે અગ્રીમતા ધરાવે છે. ખીમજી રામદાસ પરિવારને માંડવીમાં ઓક્સિજનની જરૂરિયાત અંગેની માહિતી મળતા તેમના દ્વારા મેડિકલ ઓક્સિજનના 350 સિલિન્ડર મસ્કતથી મોકલવામાં આવ્યા છે. જે શનિવારે કાર્ગોથી મુંદ્રા આવી પહોંચશે અને ત્યારબાદ બાય રોડ માંડવી લઈ આવવામાં આવશે.
આ પણ વાંચોઃ ગોકુલધામ નાર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 130 મશીનની વ્યવસ્થા ઉભી કરાઈ
વતનની સેવા અર્થે ખીમજી રામદાસ પરિવાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી
મસ્કતથી 350 સિલિન્ડર આવશે, તે દર્દીઓને નિ:શુલ્ક ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવશે, તેવો નિર્ણય ખીમજી રામદાસ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ખીમજી રામદાસ પરિવાર હંમેશા વતનની સેવા કરવા માટે તત્પર રહેતું હોય છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે ખીમજી રામદાસ પરિવાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
સિલિન્ડર રિફિલિંગ કરવા માટે માંડવી નગરપાલિકા દ્વારા પોતાનુ વાહન આપવામાં આવશે
હાલ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે સમગ્ર દેશમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. જેને પહોંચી વળવા માટે મસ્કતથી આવતો ઓક્સિજન ઉપયોગી નીવડશે. માંડવીમાં હાલ હાજી હશન હોસ્પિટલ ખાતે હાલમાં કવોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં 25 બેડમાં ઓક્સિનજ સેવા પુરી પાડવામાં આવશે. આ ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ કરવા માટે માંડવી નગરપાલિકા દ્વારા પોતાનુ વાહન આપવામાં આવશે.