કચ્છ- કચ્છ જિલ્લાના યુવાનો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેઓને ઘર આંગણે જ (Youth of Kutch will prepare for IAS exams at home) પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન (Preparation for IAS exams in kutch) મળી રહે તે હેતુથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે તેરા તુજકો અર્પણ સંસ્થાના તથા આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કચ્છની આ સામાજિક સંસ્થા દ્વારા રૂ. 51 લાખનું દાન ભેગું કરી કચ્છ યુનિવર્સિટી ખાતે IAS અને IPS માટે કોચિંગ સેન્ટર (Kutch University IAS Center) શરૂ કરવામાં આવી રહ્યું છે. આ આર્થિક સહયોગથી 14મી મેના રોજ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે.
14મી તારીખથી આ કેન્દ્રનો પ્રારંભ - કચ્છના યુવાનો વિવિધ જાહેર સેવાઓમાં અગ્રેસર રહે તથા મહત્વના એડમિનિસ્ટ્રેટિવ પદ પર પોતાની સેવાઓ આપી સમાજના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે તે હેતુથી કચ્છ યુનિવર્સિટી ખાતે જશવંતભાઈ કલ્યાણજી ગાંધી IAS સેન્ટરની (Kutch University IAS Center) સ્થાપના કરવામાં આવશે. આ અંતર્ગત કચ્છના યુવાનોને UPSC તેમ જ જીપીએસસીની પરીક્ષા માટે માર્ગદર્શન (Preparation for IAS exams in kutch) આપવામાં આવશે આગામી 14મી તારીખથી આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે.
શરૂઆતમાં GPSC ક્રેશ કોર્સ શરૂ કરવામાં આવશે -જશવંતભાઈ કલ્યાણજી ગાંધી IAS સેન્ટર ખાતે શરૂઆતના તબક્કામાં જીપીએસસીની તૈયારી કરવામાં આવશે ત્યારબાદ UPSCની તૈયારી (Kutch University IAS Center) કરાવવામાં આવશે. કચ્છના યુવાનોને ઘર આંગણે (Youth of Kutch will prepare for IAS exams at home) માર્ગદર્શન મળી રહેશે જેથી અન્ય જગ્યાએ કોચિંગ માટે જવું નહીં પડે. તો વર્ષોથી આ પરીક્ષાઓ સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. 14મી મેથી શરૂ થનારા GPSC ક્રેશ કોર્સમાં 6 મહિના માટે 40 જેટલા વિદ્યાર્થીઓને (Preparation for IAS exams in kutch) માર્ગદર્શન આપવામાં આવશે.
એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ પણ શરૂ કરાશે - કચ્છની ભૂમિ છે તે સંભાવનાઓની પ્રયોગશાળા છે અહીં સાંસ્કૃતિક, સામાજિક,શૈક્ષણિક, સંશોધનાત્મક, સ્પર્ધાત્મક પ્રવુતિઓની અનેક સંભાવનાઓ બીજ રૂપે વિદ્યમાન છે. જેના દ્વારા સમાજ અને રાષ્ટ્રના બહુઆયામી વિકાસમાં યોગદાન સંભવ છે.આમાંની એક સંભાવના એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના કેટલાક આધારસ્તંભોમાનો એક એટલે જૈન આધ્યાત્મિકતા.કચ્છમાં જૈન ધર્મ સબંધિત ઐતિહાસિક,સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરો વૈશ્વિક ફલક સુધી પહોંચવા માટે સંશોધનની રાહ જુએ છે.
જૈન ધર્મના વિવિધ આયામો પર અનુસંધાન અને પ્રોત્સાહન - આવા જ એક હેતુને સિદ્ધ કરવા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે તપાચ્ગછાધિપતી આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી છે. જેનો વિઝન શિક્ષણ, સંશોધન, પ્રશિક્ષણ અને વિસ્તરણના માધ્યમથી જૈન ધર્મના વિવિધ આયામો પર અનુસંધાન અને પ્રોત્સાહન પ્રાપ્ત કરવું અને વિશ્વ સમુદાય સુધી વિસ્તારવું છે.એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝનું મિશન જૈન ધર્મનું એક એવું સંશોધન કેન્દ્ર વિકસે જે વ્યક્તિ,શિક્ષાવિશારદ અને સંસ્થાનો સર્વ કોઈને સુલભ હોય તથા આધુનિક ભાષા- ઉપકરણોના માધ્યમથી હસ્તપ્રતો,શિલાલેખોમાં સંગ્રહિત જૈન ધર્મના હિત પરિમાણોનું વિવેચન કરવું અને સમાજમાં જૈન ધર્મના સાંસ્કૃતિક મૂલ્યોનો વિસ્તાર કરવો.
સ્ટડી સેન્ટરની લાભ કચ્છના યુવાનો લે તેવો અનુરોધ - કચ્છ યુનિવર્સિટી ખાતે આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનો લાભ કચ્છના યુવાનો લે (Youth of Kutch will prepare for IAS exams at home) તેવો અનુરોધ તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોર અને ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ કર્યો છે.