ETV Bharat / state

Lawrence Bishnoi Drugs Case: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નલિયા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર - બિશ્નોઈને ગુરુવારે ફરીથી નલિયા કોર્ટમાં રજૂ કરાશે

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ઝડપાયેલ 194.97 કરોડના ડ્રગ્સની હેરાફેરીના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને ત્રીજી વખત નલિયાની કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરી તેને 28મી ઓગસ્ટના નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

notorious-gangster-lawrence-bishnoi-will-be-produced-again-in-the-nalia-court-on-thursday

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 9:47 AM IST

Updated : Aug 24, 2023, 1:33 PM IST

લોરેન્સ બિશ્નોઈના નલિયા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર

કચ્છ: નલિયા કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 194.97 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ પર અન્ય કલમો લગાડવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર ફરી 28મી તારીખે લોરેન્સને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ લોરેન્સ બિશ્નોઈને 25 એપ્રિલ અને 9 મેના રોજ નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો.

ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી: 14 સપ્ટેમ્બર 2022ના ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં જખૌના દરિયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાનથી આવી રહેલી અલત્યાસા બોટમાંથી 38.994 કિલોગ્રામ હેરોઇન 194.97 કરોડની કિમતનું પકડી પાડી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી એક નાઈઝીરીયન મહિલાની દેખરેખમાં લોરેન્સ બિશ્નોઇએ ભારતમાં મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ગુજરાત એટીએસએ મહંમદ શફી, મોહસીન શહેઝાદ, જહુર અહેમદ, મોહમ્મદ સોહેલ અને મોહમ્મદ કામરાન નામના 6 પાકિસ્તાનીઓની બોટમાંથી ધરપકડ કરી હતી. જે બાદ આ ડ્રગ્સની ડિલિવરી લેનાર બે આરોપીઓ જેમાં સરતાજ સલીમ મલિક અને જગદીશ સિંહને પકડી લેવામાં આવ્યા હતા.

લોરેન્સની 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ: આ ડ્રગ્સ કેસમાં ફરીથી ગુજરાત એટીએસે તિહાડ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સને ગુજરાત લાવી છે અને તેને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ અગાઉ લોરેન્સની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં આ ડ્રગ્સ કેસમાં અનેક ખુલાસાઓ કર્યા હોવાનું ATS દ્વારા જણાવવામાં આવ્યું છે. લોરેન્સ જ્યારે એટીએસની કસ્ટડીમાં હતો તે સમયે ફરી ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપી પડાયું હતું જેમાં લોરેન્સની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું હતું. જે બાબતે ATS દ્વારા વધારે તપાસ હાથ ધરાઇ છે.

'અગાઉ પણ નલિયાની કોર્ટમાં લોરેન્સને રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો.ગુજરાત ATS દ્વારા નલિયામાં પકડાયેલા 194.97 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. લોરેન્સ સામે હવે UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને કલમો લગાડવામાં આવી છે. તેણે ફરી કોર્ટમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.' -લાલજી કટુઆ, સરકારી વકીલ

ફરી નલિયા કોર્ટમાં કરાશે રજૂ: આજે લોરેન્સ બીશ્નોઈને નલિયની કોર્ટમાં ફરી રજૂ કરી કોર્ટના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો લોરેન્સને કોર્ટમાં રજૂ કરતી વખતે ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આજે ATS દ્વારા ક્યાં ગુનામાં લોરેન્સ બિશ્નોઈને રજૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

  1. Lawrence Bishnoi: કયા ગુનાની તપાસ માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ મળ્યા ?
  2. Lawrence Bishnoi Drugs Case: લોરેન્સ બિશ્નોઇના પાકિસ્તાન ક્નેક્શનના ઈનપુટ મળ્યા, એજન્સીઓની ચોખવટ

Last Updated : Aug 24, 2023, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.