ETV Bharat / state

Non seasonal rainfall in Gujarat: રાજ્યમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી - Seasonal rains damage winter crops

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી (Non-seasonal rainfall in Gujarat )કરવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. તો ઠેર ઠેર ધુમ્મસ ભર્યું (Gujarat Meteorological Department )વાતાવરણ જોવા મળ્યું હતું. આજે પણ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Non-seasonal rainfall in Gujarat: રાજ્યમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, માવઠા બાદ લઘુતમ પારો ગગડયો

author img

By

Published : Jan 7, 2022, 2:01 PM IST

કચ્છઃ રાજ્યમાં ગઈ કાલે ભર શિયાળે વરસાદી વાતાવરણ(Non seasonal rainfall in Gujarat) સર્જાયું હતું તો દિવસભર રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદી ઝાપટાં પડયા હતા. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. પરંતુ સમગ્ર રાજ્યમાં કમોસમી માવઠું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અગાઉની તુલનાએ આજે ઠાર વધારે જોવા મળી હતી. તો ઠેર ઠેર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે પણ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

હવામાન ખાતા દ્વારા(Gujarat Meteorological Department) જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે. તથા આગામી 4 દિવસો માટે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની (Next 4 days non seasonal rain forecast in state)આગાહી કરવામાં આવી છે.

આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું.અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં થશે વધારો

ગત સાંજે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જે સતત 5થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યાં હતાં, જેને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ NEET PG Counselling: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, OBC અને EWSને મળશે અનામતનો લાભ

કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધશે

કમોસમી વરસાદ બાદ લઘુતમ તાપમાન પણ ઘટી રહ્યું છે. તો 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આગાહી મુજબ સવારથી રાજ્યના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા અને સૂકા પવન પણ અનુભવાઈ રહ્યા છે.

આજે રાજ્યના મહાનગરોમાં વરસાદની આગાહી

આજે રાજ્યના મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર,જૂનાગઢ, રાજકોટ,બરોડા, સુરત તથા કચ્છ જિલ્લાના કંડલા,નલિયા,ભુજમાં આજે વાદળ છાયું વાતાવરણ બની રહેશે અને છૂટુંછવાયું વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ ધુમ્મસભર્યા વાતાવરણને લીધે ઠંડકનો અનુભવ વધારે થશે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લા તાપમાન
અમદાવાદ 13.8
ગાંધીનગર 16.0
રાજકોટ13.0
સુરત17.6
ભાવનગર16.0
જૂનાગઢ15.0
બરોડા 16.4
નલિયા10.0
ભુજ 12.0
કંડલા 14.0

આ પણ વાંચોઃ નવસારીના ઉદ્યોગનગરમાં પાલિકા દ્વારા વધારવામાં આવેલા વેરાનો વિરોધ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.