કચ્છ: જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, 3 મે પછી કચ્છમાં ખાસ કરીને અવરજવર પર સૌથી વધુ નજર રાખવામાં આવશે. અન્ય જિલ્લ્માંથી પ્રવેશની છૂટ હશે, તો જે કોઈ પણ કચ્છમાં પ્રવેશે તેના માટે 14 દિવસના હોમ કવોરન્ટાઈનના નિયમો, 24 કલાક આરોગ્ય ચકાસણી કરાશે. આ ઉપરાંત કચ્છના દરેક ગામમાં ત્રણ સભ્યોની ટીમ બનાવાશે, તે અવર જવરનું રજીસ્ટર નિભાવશે, હોમ કવોરન્ટાઈનના નિયમોનું પાલન અને ખાસ વૃદ્ધો અને અન્યબિમારી ધરાવતા મહિલા પુરૂષોના આરોગ્ય પ્રત્યે સભાનતા સાથે ધ્યાન રાખશે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી અને આરોગ્યની ટીમ સાથે ચર્ચા વિર્મશ અંતિમ તબક્કામાં છે. આગામી ત્રણ ચાર દિવસોમાં આ અંતિમ રૂપરેખા નક્કી કરી દેવાશે અને તે મુજબના જરૂરી આદેશ પણ જાહેર કરી દેવાશે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુનાર કન્નરે જણાવ્યું હતું કે, જિલ્લાના 10 તાલુકાના હેલ્થ ઓફિસર સાથે બેઠક કરી લેવાઈ છે. જે કોઈ કચ્છમાં આવશે. તેની 24 કલાક સુધી આરોગ્ય તંત્રની નિગરાનીમાં રહેશે કોઈ લક્ષણ દેખાશે, તો સેમ્લિંગ, ટેસ્ટ અને સારવાર કરાશે. જો લક્ષણ નહી હોય તો કવોરન્ટાઈન નિયમનો પાલનની બાંહેધરી સાથે તેમને પ્રવેશ અપાશે.
આ ઉપરાંત તમામના ફોર્મ ભરાશે. જેમાં કયાંથી આવ્યા છે તે વિસ્તાર હોટસ્પોટ છે કે કેમ સહિતની માહિતી આરોગ્ય પાસે રહેશે અને તેની જાણકારી જેતે ગામને પણ અપાશે. જેથી કવોરન્ટાઈનના નિયમોનું પણ પાલન થઈ શકશે. બીજી તરફ જિલ્લામાં જે વૃદ્ધો બિમાર છે, તેની ખાસ કાળજી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં કોરોના મુકત વાતાવરણ પછી સૌ કોઈને હાશકારો છે, ત્યારે હવે સૌની જવાબદારી છે. જેમાં સામાજિક અંતર, માસ્ક ફરજિયાત પહેરવું , હાથની સફાઈ, સ્વચ્છતા, વૃદ્ધાની ખાસ સંભાળ રાખવી, સેનેટાઈઝરનો ઉપયોગ, બહારથી કોઈપણ વસ્તું લઈ આવો તો તેને સફાઈ ડિઈન્સફેકટ કરવું. ઘરે પહોંચી કપડાઓને ધોવામાં નાંખવા, સહિતના સાવચેતી સાથે અમલમાં મુકીને કચ્છનો સ્વસ્થ બનાવી રાખવાની તમામની જવાબદારી છે. તેવી અપીલ આરોગ્ય વિભાગે કરી છે.