ભુજ : જિલ્લાના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સ્ટર્લિગ હોસ્પિટલની બેડ ક્ષમતા વધારીને 60 જેટલી કરવામાં આવશે. હાલ ગાંધીધામ અને અંજાર ખાતે 19 બેડની રામબાગ હોસ્પિટલ, 55 બેડની હરિઓમ હોસ્પિટલ, 20 બેડવાળી રેફરલ હોસ્પિટલ અંજાર એમ ત્રણ હોસ્પિટલ કાર્યરત છે. તેમજ 35 બેડવાળી સ્ટર્લિગ હોસ્પિટલમાં કોરોના સબંધિત સુવિધા આપવામાં આવી છે.
કંડલામાં વધુ કોવિડ-19 હોસ્પિટલ શરૂ, અંજારમાં પૂર્વ કચ્છનો અલગ કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે - કચ્છમાં કોરોનાના કેસ
કચ્છ જિલ્લામાં કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે મંગળવારે ગાંધીધામ ખાતે ન્યુ હરિઓમ કોવીડ-19 હોસ્પિટલનો ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રારભ કરાવ્યો હતો. આ સમયે રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, કચ્છ કોવીડ-19ના પ્રભારી રાજકુમાર બેનિવાલ ઉપસ્થિતિ રહ્યા હતા.
કોવિડ-19 હોસ્પિટલ